Mehsana News/
જાડિયો કહેતા જ મિત્ર પર તિક્ષ્ણ હથિયારથી હુમલો, કિશોર ઘાયલ
કિશોર ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
કિશોર ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
Mehsana News : ગુજરાતમાં નજીવી બાબતનો ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતો હોવાના બનાવો વધી ગયા છે. તેમાં પણ આ પ્રકારના બનાવોમાંયુવાનો-સગીરો મારામારી કરતા પણ અચકાતા નથી, આ પ્રકારના એક બનાવમાં મહેસાણામાં મજાક-મજાકમાં મિત્રને ખીજવતા અન્ય મિત્રએ ધારદાર હથિયાર લાવીને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બંને કિશોર સગીર છે.
ઘટનામાં કિશોર ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે હુમલો કરનારા સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ મહેસાણામાં તેજસ્વી સોસાયટીના ગેટ પાસે કિશોર પર છરીથી હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે સગીર મિત્ર મજાકમસ્તી કરી રહ્યા હતા.
આ દરમિયાન એક કિશોરે જાડિયો કહીને ખીજવતા અન્ય કિશોર ઉશ્કેરાયો હતો અને પોતાના ઘરેથી ધારદાર હથિયાર લાવીને ખીજવનારા મિત્ર પર હુમલો કરીને ભાગી ગયો હતો. જેમાં કિશોરને હાથના ભાગે ઈજા પહોંચી હતી.સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો-પરિવાર સ્થળ પર આવીને ઈજાગ્રસ્ત કિશોરને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે બનાવ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે હુમલો કરનારા કિશોરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
