Jamnagar News: જામનગરના ધ્રોલ નજીક ગતરાત્ર દરમિયાન અકસ્માત થયો હતો. ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. આ અકસ્માત ધ્રોલ-જોડિયા રોડ પર સર્જાયો હતો. રસ્તો ખરાબ હોવાથી અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા છે.
ખરાબ રસ્તાએ નિર્દોષ બાઇક સવારનો ભોગ લીધો હતો. બાઇક સ્લી થતાં પાછળ આવતી ટ્રકે યુવકને કચડ્યો હતો. પોલીસે મૃતકની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં જામનગરના આશાસ્પદ યુવાનનું મોત થયું હતું.

આ અકસ્માતની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર નજીક રામવાડીમાં રહેતો અને ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો રમેશ ધીરજલાલ ડાંગર નામનો 32 વર્ષનો યુવાન ગઇકાલે પોતાનું બાઇક લઈને ધ્રોળથી જોડિયા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન માલાપર ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આ આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મોટાભાઈ મહેશ ડાંગરે ધ્રોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ટ્રકચાલકની શોધખોળ આદરી છે. પોલીસને વિશ્વાસ છે કે નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પરથી ટ્રકનો અતોપતો મળી જશે અને તે ગુજરાત બહાર તો હજી નહીં જ ગઈ હોય. પોલીસ પાસે ટ્રકનો નંબર પણ આવી ગયો છે. પોલીસ ટ્રકચાલકની ટૂંક સમયમાં ધરપકડ કરી લે તેમ માનવામાં આવે છે.
આ પણ વાંચો: Jamnagar News/જામનગરના સિક્કા ગામમાં વિધવા મહિલાની નિર્દય હત્યા, હોટલ સંચાલક સામે ફરિયાદ, પોલીસે તપાસ શરૂ કરી
આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ધો.12ની વિદ્યાર્થીનીનો આપઘાત, અભ્યાસના તણાવને કારણે ખાધો ગળેફાંસો
આ પણ વાંચો: જામનગર જેલમાં રક્ષાબંધનની ઉજવણી : 550થી વધુ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી
