Bhavnagar News/ ભાવનગરમાં ટેમ્પલ બેલના ચાલકે 17 વર્ષીય સગીરનો ભોગ લીધો

ભાવનગર શહેરમાં ટેમ્પલ બેલ ચાલક બેફામ બન્યા છે. શહેરમાં ઘેર-ઘેર કચરો ઉઘરાવતા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેમ્પલ બેલે માતેલા સાંઢની જેમ ચાલે છે. આવા જ એક માતેલા સાંઢની જેમ ચાલતા ટેમ્પલ બેલે 17 વર્ષના સગીરનો જીવ લીધો હતો.

Gujarat Top Stories Others Breaking News

Bhavnagar News: ભાવનગર શહેરમાં ટેમ્પલ બેલ ચાલક બેફામ બન્યા છે. શહેરમાં ઘેર-ઘેર કચરો ઉઘરાવતા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેમ્પલ બેલે માતેલા સાંઢની જેમ ચાલે છે. આવા જ એક માતેલા સાંઢની જેમ ચાલતા ટેમ્પલ બેલે 17 વર્ષના સગીરનો જીવ લીધો હતો. મૃતકના પિતાએ ટેમ્પલ બેલ ચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.

કોલેજથી પરત ફરતો સગીરને ટેમ્પલ બેલે કચડી નાખ્યો હતો. વલ્લભ સોસાયટી પાસે સગીર ટેમ્પલ બેલની અડફેટે આવ્યો હતો. ગંભીર રીતે ઇજા પામેલા સગીરને સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન 17 વર્ષીય જીત વાઘેલાનું મોત નીપજયું હતું. આના પગલે ભાવનગરમા ભરત નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તપાસ શરૂ થઈ છે.

પોલીસે મૃત્યુ પામેલા તરૂણનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. તેની સાથે મ્યુનિસિપાલિટીની ગાડી હોઈ તેના કોન્ટ્રાક્ટરોની પૂછપરછ આદરી છે. આ ગાડી જે કોન્ટ્રાક્ટરની હશે તેની સામે અને ટેમ્પલ બેલના ડ્રાઇવરની સામે પગલાં લેવામાં આવશે તેમ પોલીસે જણાવ્યું છે. ટેમ્પલ બેલના ચાલકની બેદરકારીને ધ્યાનમાં રાખતાં તેની સામે માનવ વધનો ગુનો લાગે તો પણ આશ્ચર્ય નહીં થાય.

ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ટેમ્પલ બેલ ચાલકો આમ પણ તેમની વિવિધ બેદરકારીના કારણે તથા અકસ્માતો સર્જવાની પરંપરાના કારણે વિવાદમાં રહેલા છે. અગાઉ પણ રજૂઆત કરવામાં આવી ચૂકી છે કે ટેમ્પલ બેલના ચાલકોને વાહન ચલાવતા પહેલા સઘન તાલીમ આપવામાં આવે, પરંતુ આ વાત વારંવારની રજૂઆત છતાં ધ્યાન પર લેવાઈ નથી. તેની સાથે કોન્ટ્રાક્ટર ઓછા રૂપિયામાં ગમે તેવી આવડત ધરાવનારના હાથમાં ટેમ્પલ બેલ આપી દે છે.

આવા અણઆવડતવાળા લોકોને ચાલતુ ટેમ્પલ બેલ અગાઉ પણ લોકોનો ભોગ લઈ ચૂક્યું છે. અગાઉ ટેમ્પલ બેલે આ રીતે જ સગીરને કચડી નાખતા મોટાપાયા પર ઉહાપોહ થયો હતો. તે સમયે પણ વિવાદ થયો હતો, પરંતુ પછી શાસકો તેના પર પડદો પાડવામાં સફળ રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bhavnagar News/ભાવનગરમાં દુષ્કર્મની ઘટનાને લઇ ચકચાર,આધેડે બાળકીને બનાવી હવસનો શિકાર

આ પણ વાંચો: Bhavnagar News/ભાવનગર : પાલીતાણાના વડાળ ગામે સિંહોના ટોળાએ 12 પશુનું કર્યું મારણ

આ પણ વાંચો: Bhavnagar News/ભાવનગરને કેન્દ્રીય રેલવે મંત્રાલયની મોટી ભેટ, રેલ લાઈન પ્રોજેક્ટને મળી અંતિમ મંજૂરી