action/ દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતાં શખ્સોને પોલીસે પકડ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દરિયાકાંઠા વિસ્તારમાં ચેકિંગ તેમજ તપાસ કાર્યવાહી કરી હતી. તેમા સલાયા નજીક માછીમારી કરી રહેલા પાંચ શખ્સો કેમેરામાં કેદ થયા હતા. આ તમામ સલાયા નજીક ગેરકાયદેસર રીતે ચોરીછૂપીથી ચેરની ઝાડીઓની આડમાં માછીમારી કરતા હતા.

Gujarat Others Breaking News

Devbhumi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લા SOG પોલીસે ડ્રોન કેમેરાની મદદથી દરિયાકાંઠા વિસ્તારમાં ચેકિંગ તેમજ તપાસ કાર્યવાહી કરી હતી. તેમા સલાયા નજીક માછીમારી કરી રહેલા પાંચ શખ્સો કેમેરામાં કેદ થયા હતા. આ તમામ સલાયા નજીક ગેરકાયદેસર રીતે ચોરીછૂપીથી ચેરની ઝાડીઓની આડમાં માછીમારી કરતા હતા.

ડ્રોન ચેકિંગ દરમિયાન કેટલાક શખસો પોતાની યાંત્રિક બોટ મારફતે સલાયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ અંગેના લાઈવ વીડિયો ફૂટેજ નિહાળી SOG પોલીસ અન્ય બોટ મારફતે આ સ્થળે પહોંચી ગઈ હતી.

SOGના ઈન્ચાર્જ પી.આઈ. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ કોસ્ટલ તકેદારીના ભાગરૂપે સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હસન અબ્દુલ હુંદડા, ઈનાયત અનવર ગંઢાર, ઉમર હુસેન ચમાડિયા, અયુબ કાસમ સુંભણીયા અને હુશેન ઓસમાણ ભાયા નામના પાંચ માછીમારને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ માછીમારોની પૂછતાછમાં તેઓએ ચોરીછૂપીથી ચેરની ઝાડીઓની આડમાં માછીમારી કરી પરત આવતા હોવાની કબૂલાત કરી હતી. હાલ દરિયામાં ભારે કરંટ હોવા છતાં પણ માછીમારી કરવાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને પોતાની જિંદગી જોખમમાં મુકવા સબબ સલાયા મારીને પોલીસ મથકમાં ઉપરોક્ત પાંચ માછીમાર સામે જાહેરનામા ભંગ તેમજ ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડ્યેની સૂચના મુજબ દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને SOG પોલીસ દ્વારા પણ દરિયા કિનારાના વિસ્તારો, લેન્ડિંગ પોઇન્ટ અવાવરૂ જગ્યાઓમાં પણ ચેકિંગ કાર્યવાહી કરી રહી છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં દરિયાકાંઠા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદ વડે કામગીરી કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ

આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું