Amreli News: અમરેલી જિલ્લાના રામપરા ગામમાં રીતસરનું સિંહોનું રાજ હોય તેવી સ્થિતિ છે. છેલ્લા પખવાડિયાથી દરરોજે સાતથી આઠ દિવસનું ટોળું સતત લટાર મારી રહ્યુ છે અને જાણે વનરાજો તેમના રાજમાં ફરતા હોય તે રીતે તેનું ટોળું ફરી રહ્યું છે. આના લીધે સમગ્ર ગામમાં ભયનું વાતાવરણ છે.
ગામના સરપંચનું કહેવું છે કે ગામમાં કૂતરા કરતાં વધુ સિંહો ફરે છે. તેઓ મન ફાવે ત્યારે પશુનુ મારણ કરે છે. ગ્રામજનો ભયભીત છે. વનવિભાગને કેટલીય ફરિયાદો કરી પરંતુ તે કશું કરી રહ્યું નથી. ગામના સરપંચ છનાભી વાઘે આ અંગે વનપ્રધાન મૂળુ બેરાને પત્ર લખ્યો છે અને ગામમાંથી આવતા સિંહોને પટાવવા માંગ કરી છે.
તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સિંહોનું ટોળું ગામમાં દીવાલ ઠેકીને આવે છે અને મારણ કરે છે. વનવિભાગને અનેક વખત રજૂઆતી કરી પરંતુ તે કશું કરતું નથી. વનવિભાગ આ મુદ્દે એવો બચાવ કરે છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. આ રીતે ગામમાં ફરતાં સિંહોના લીધે ગામ લોકોનું ગામમાં રહેવું દૂભર થઈ ગયું છે. રાતના સમયે ગામમાં ગમે ત્યારે સિંહ આવી જાય છે. તેથી ગામના ખેડૂતો તેમજ રાતદિવસ કામ કરતાં કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આના લીધે ભવિષ્યમાં ગમે ત્યારે ગામવાસી સિંહોના હુમલાનો ભય બની શકે તેવી આશંકા સેવાઈ રહી છે. જો સત્વરે પગલાં ભરવામાં નહીં આવ્યા તો આ બાબત હકીકત બની શકે છે.
સરપંચ છનાભાઈ વાઘે જણાવ્યું કે ગામની અંદર અવાર-નવાર સિંહોનાં ટોળેટોળાં પ્રવેશીને પશુનું મારણ કરી જાય છે, ગામમાં દૂધ દેતી ગાયો-ભેંસો કમસે કમ દોઢથી બે લાખ રૂપિયાની ગણાય છે ત્યારે તેનું મારણ અમને મોંઘુ પડે તેમ છે.
વારંવાર રજૂઆત કરવા છતાં પણ વન વિભાગ દ્વારા કોઈ કામ થતાં નથી. ગઈકાલે ગ્રામ પંચાયત દ્વારા વનમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે, આ સિંહ દેશની શાન હોય પણ રેવન્યુ વિસ્તારમાં ના શોભે. હાલમાં એવી સ્થિતિ છે કે અહીં કૂતરાં કરતાં વધારે તો સિંહ જોવા મળે છે. કોઈપણ ગલીમાંથી આવી સિંહો મારણ કરી જાય છે. તેની સાથે જ યુવાનોના પણ જીવ જોખમમાં મુકાય છે. અમારી માંગ છે કે, આ ખેતીવાળો વિસ્તાર છે તો અમારા ગામમાં આ સિંહો ના આવે અને તમામને પરત જંગલમાં મૂકવામાં આવે એવી અમારી સરકાર પાસે અને વનમંત્રીને પ્રાર્થના છે.
આ પણ વાંચો: અમરેલીના આ ગામમાં સાવજોનું છે રાજ, લોકોએ રહેવું પડે છે નજરકેદ
આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ શિક્ષણમાં પ્રવેશ્યું
