ICC Men's T20 World Cup 2024/ T20 વર્લ્ડ કપ મેચોનું ગેરકાયદે સ્ટ્રીમીંગ કરનારી ગેંગનો પર્દાફાશ

ગેરકાયદેસર સ્ટ્રીમીંગ વીડીયો લઇ ભાડે રાખેલા મીડીયા સવમરો ઉપર અપલોડ કરતો હતો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad news :  ICC Men’s T20 World Cup 2024 ક્રિકેટ મેચોના લાઇવ પ્રસારણના હક આઇ.સી.સી.દ્વારા સ્ટાર ઇન્ડીયા પ્રાઇવેટ લિમીટેડ કંપનીને આપેલ હોવા છતા https://magicwin360.net/, https://magicwin.biz/ , તથા https://magicwin.games/ વેબસાઇટ દ્વારા પોતે અધિકૃત છે તેવી ખોટી બનાવટ કરી ICC Men’s T20 World Cup 2024 ક્રિકેટની મેચોનુunauthorized and illegal retransmission, rebroadcast, telecast, download, stream કરી કાંપનીની પેચેનલના ડેટા મેળવી Disney+ Hotstar ના ઓટીટી પ્લેટ્ફોમમ પર ઉપલબ્ધ સામગ્રીના કોઇપણ સ્વરુપનો સંચાર કરી કાંપનીને આર્થિક નાણાકીય નુકશાન કરી ક્રિકેટની રમતમાં કાંપનીના કાયદેસરના પ્રસારણનુ ગેરકાયદેસર સ્ટ્રીમીંગ કરી રહ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી.

તે સિવાય  લાભ મેળવવા માટે જુદા જુદા બેંક એકાઉન્ટનો તેમજ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી કંપનીને આર્થિક નુકશાન કરી રહેલ હોવાનું પણ જણાવાયું હતું. જેને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમ્યાન વેબસાઇટ બાબતે ટેકનીકલી માહિતી મેળવી તેનુ એનાલીસીસ કરતા જે સર્વર પરથી સ્ટ્રીમીંગ કરાતું હતું તે મહેસાણા જિલ્લાના ઉંઝાના રહીશ દિવ્યાંશુ ભોગીલાલ પટેલ દ્વારા ખરીદ કરી તેનુ ડેવલોપીંગ કરાતું હોવાની માહિતી બહાર આવી હતી.

જેને આધારે આરોપીની ગેરકાયદેસર સ્ટ્રીમીંગ કરવા માટેના કોમ્પ્યુટર સીપીયુ-૦૩, મોનીટર-૦૪, લેપટોપ-૦૧, આઇપેડ-૦૧, રાઉટર-૦૬, ધવદેશી ડેબીડકાડમ-૦૬, મોબાઇલફોન-૦૨ મળી કુલ ક્રકિંમત રૂ. ૬૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો. આરોપીએ આઇ.ટી.એન્જીનીયરીંગ નો બે વર્ષનો કોર્ષ મહેસાણા IANT સંસ્થામાંથી કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી સને ૨૦૧૧-૨૦૧૨ થી વેબ ડેવલોપરનુ કામ શીખ્યો હતો. તેના શુભમ સતીશભાઈ પટેલ, રહે. આદર્શનગર, ઉંઝા કે જે છેલ્લા બે વર્મથી કેનેડા ખાતે રહેતો હોય તેઅલગ અલગ વેબસાઇટ ઉપર સ્ટ્રીમીંગ આપવા સારુ પ્રોગ્રામીંગ તથા સ્ટ્રીમીંગમાં કોઇ ખામી આવે તો તેને સોલ્વ કરવાનુ કામ આપતો હતો.  તેના કહ્યા પ્રમાણે આરોપી જે પણ કામ આવે તે કરી આપતો હતો.

સને ૨૦૨૦માં શુભમ પટેલના કહેવાથી આરોપી દિવ્યાંશુ પટેલે ss247.life તથા ss247.live નામનુ ડોમેન પોતાના નામે ખરીદ કરીને તેના ડેવલોપીંગનુ કામ શુભમ પટેલના કહેવા પ્રમાણે કરી અલગ અલગ વેબસાઇટ પર ગેરકાયદેસર સ્ટ્રીમીંગ વીડીયો લઇ ભાડે રાખેલા મીડીયા સવમરો ઉપર અપલોડ કરતો હતો. જેમાં તેને ઉંઝાના હર્ષ મુકેશભાઇ પટેલ પણ શુભમ પટેલના કહેવા પ્રમાણે કામગીરી કરતો હતો અને ત્યારબાદ આગળની પ્રોસેસ શુભમ પટેલ દ્વારા કેનેડાથી કરવામાં આવતી હતી. સદર ત્રણે આરોપી ક્રિકેટની ગેરકાયદેસર સ્ટ્રીમીંગ પાકિસ્તાનના પંજાબમાં રહેતા અજહર અમીન જે ડીશ ટીવી નેટવર્ક નો ધંધો કરે છે.

તેમની પાસેથી મેળવતા હતા જેના માટે તેને નાણાં શભુમ પટેલ કેનેડાથી ચુકવતો હતો. આમ આ ગેરકાયદેસર સ્ટ્રીમીંગની કામગીરી શુભમ પટેલ,, હર્ષ મુકેશભાઇ પટેલ અને આરોપી દિવ્યાંશુ પટેલ અને અજહર અમીન એકબીજાના સતત સંપર્કમાંરહી કરતા હતા. આરોપીઓ આ સ્ટ્રીમીંગની સર્વિસ Magicwin360.net નામની વેબસાઇટ તથા અન્ય વેબસાઇટો ને આપતા હતા. Magicwin બાબતે ટેક્નીકલી માહિતી મેળવી એનાલીસીસ કરાતા વેબસાઇટ પર ગેકરાયદે સ્ટ્રીમીંગની પ્રવૃતિથી ગેરકાયદેસર બેટીંગ/ગેમીંગની પ્રવૃતિ કરવામાં આવતી હતી અને અલગ અલગ ભારતીય બેંકોના બોગસ ખોલવામા આવેલ બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા. Magicwin માં લીંક કરેલ બેંક એકાઉન્ટોની માક્રહતી મેળવી બેંક ખાતા ધારકોની તપાસ કરતા ઈન્ડસઈન્ડ બેંકના કર્મચારી આકાશગીરી ઉમેદગીરી ગોસ્વામી, ઉ.વ.૩૨, રહે. વાસણા, અમદાવાદ દ્વારા જુદા જુદા નાગરીકોના નામે બોગસ બેંક ખાતા બંધન  બેંકમા ખોલાવી અન્ય આરોપીઓને પ્રોવાઇડ કરતો હોય તેને ની ધરપકડ કરી હતી. પોલીસે તેના રીમાન્ડ મેળવી ગુનામાં સામેલ અન્ય ઇસમો બાબતે તપાસ ચાલી રહી છે.

આ આરોપીએ ધો.12-૧૨ સુધીનો અભ્યાસ કરેલ છે અને ઇન્ડસઇન્ડ બેંક પરીમલ ગાડમન બ્રાંચના ક્રેડીટકાર્ડના કલેક્શન ડિપાર્ટમેન્ટમાં ફિલ્ડ એક્ઝીક્યુટીવ(કલેકશન એજન્ટ) તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં ચવાણાંમાંથી મૃત ગરોળી નીકળતાં મચી ચકચાર

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો