Ahmedabad News: ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રમાં ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો થયો છે. મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી આકાશ ઇન્સ્ટિટ્યૂટ અને અમદાવાદની ગાયત્રી તથા ડિવાઇન લાઈફ સ્કૂલોની સાંઠગાંઠથી ચાલતું રાજ્યવ્યાપી કૌભાંડ બેનકાબ થયું છે. આ ખુલાસાએ શિક્ષણના નામે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતી ચેડાંનો પર્દાફાશ કર્યો છે.
મંતવ્ય ન્યૂઝના સ્ટિંગમાં સામે આવ્યું છે કે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ, ગાયત્રી સ્કૂલ અને ડિવાઇન લાઈફ સ્કૂલ જેવી સંસ્થાઓ મળીને ડમી એડમિશનનો ગેરકાયદેસર ધંધો ચલાવે છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજરી ન આપવા દઈને કોચિંગમાં જ રાખવામાં આવે છે, જ્યારે સ્કૂલો ખોટી હાજરી બતાવી ફી વસૂલે છે. આ રીતે, શિક્ષણની આડમાં લાખો રૂપિયાની ઉઘાડી લૂંટ ચાલે છે, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઠગાઈ રહ્યા છે.
જ્યારે મંતવ્ય ન્યૂઝે આ કૌભાંડની તપાસ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે અમદાવાદની ગાયત્રી સ્કૂલના માલિક મનમંથ પાઠક અને સ્ટાફે ધમકીઓ આપીને “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ”નું ઉદાહરણ આપ્યું. સ્કૂલના સ્ટાફની આ દાદાગીરીથી સ્પષ્ટ થાય છે કે, આ સંસ્થાઓ સત્ય બહાર આવવાથી ડરે છે. તેમનો આ વ્યવહાર શિક્ષણના નામે ચાલતા ગેરકાયદેસર ધંધાને વધુ શંકાસ્પદ બનાવે છે.
