Mumbai News: રેટિંગ એજન્સી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ સોમવારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 7.1 ટકા કર્યો છે. આ RBIના સાત ટકાના અંદાજ કરતાં નજીવો વધારે છે.
એજન્સીએ અગાઉ વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. સ્થાનિક રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે તેણે સતત કોર્પોરેટ અને બેંકિંગ ક્ષેત્રોની મજબૂત બેલેન્સશીટ અને કોર્પોરેટ મૂડીપક્ષના મજબૂત પ્રદર્શનને કારણે તેના વૃદ્ધિ અનુમાનમાં સુધારો કર્યો છે.

એજન્સીના મુજબ વપરાશની માગના વ્યાપક આધારનો અભાવ અને વૈશ્વિક મંદીના કારણે નિકાસમાં અવરોધો વૃદ્ધિને અસર કરી શકે છે. એજન્સીએ આશા વ્યક્ત કરી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગી અંતિમ વપરાશ ખર્ચમાં વૃદ્ધિ સાત ટકા થઈ શકે છે જે ગત નાણાકીય વર્ષમાં ત્રણ ટકા જેટલી હતી.
આ પણ વાંચો: બળાત્કાર કેસમાં યુવકના બાદલે યુવતીને કોર્ટે સંભળાવી સજા, જાણો શું છે મામલો…
આ પણ વાંચો:ગર્ભવતી મહિલા’ને બદલે ‘ગર્ભવતી વ્યક્તિ’ શબ્દનો સુપ્રીમ કોર્ટે કેમ કર્યો ઉપયોગ, કોર્ટે કરી સ્પષ્ટતા
આ પણ વાંચો: મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UGનું પેપર લીકના દાવાને NTAએ નકાર્યો
