Jamsaheb/ રૂપાલા મુદ્દે રાજપૂતોને એક થવા હાકલ, પણ પીએમને જીતાડવાનો સંકલ્પઃ જામસાહેબ

જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ રજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ પવાની અપીલ કરી છે. તેમણે ક્ષત્રિય સમાજની બહેનોએ જૌહરની જે વાત કરી તેની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સામાં જૌહરનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

Top Stories Gujarat Rajkot

રાજકોટઃ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણી અંગે ભાવનગર અને કચ્છના રાજવી પરિવાર બાદ જામનગરના જામસાહેબ પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે રૂપાલાના મુદ્દે રાજપૂતોને એક થવા હાકલ કરી છે અને તેમણે જણાવ્યું છે કે રાજપૂતોએ તેમની એક્તાની તાકાતનો ઉપયોગ કરીને તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરનારને લોકશાહી ઢબે પછાડવો જોઈએ. તેની સાથે-સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું નામ રોશન કર્યુ છે ત્યારે તેમના ધ્યેયને નુકસાન પહોંચે તેવું કશું ન કરવું જોઈએ.

જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ રજપૂતોને લોકશાહીમાં લોકશાહી રીતે ચૂંટણીમાં જવાબ પવાની અપીલ કરી છે. તેમણે ક્ષત્રિય સમાજની બહેનોએ જૌહરની જે વાત કરી તેની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કિસ્સામાં જૌહરનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમણે જણાવ્યું હતું કે ક્ષત્રિયાણીઓની હિંમતને હું દાદ આપું છું, પરંતુ હવે સમય બદલાયો છે આજના સમયમાં જૌહરની વાત ન શોભે. આજના સમયમાં લોકશાહીના વાતાવરણના આપણને મળેલી આ તકનો ઉપયોગ રાજપૂતોએ પોતાની એક્તા બનાવવામાં કરવો જોઈએ. સમાજની એક્તા મહત્વની છે. આજે હું જોઉં છું કે રાજપૂત સમાજ વહેંચાયેલો છે. રાજપૂત સમાજની એક્તા હોત તો કોઈએ આ પ્રકારની વાત કરવાની હિંમત પણ ન કરી હોત.

આપણે આજે જે પણ કરીએ તે બધુ લોકશાહી ઢબે કરવાનું છે. તેમણે જણાવ્યું હતું કે આપણું કોઈ ખરાબ બોલીને અપમાન કરે તો તેના અંગે અયોગ્ય બોલનારને સજા કરવી જોઈએ. એક સમયે રાજપૂતો રાજ કરતા હતા, તેનું કારણ ફક્ત હિંમત ન હતી, પરંતુ એક્તા પણ હતી. રાજપૂતો એકબીજા માટે મરી  એકબીજાને મારવા તૈયાર થઈ જાય છે.

તો એ સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં ગેરવાજબી રીતે નહીં, પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં, પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજી ભારતમાં જ છે, તેથી સહુ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે છે, જે આપણને ન પોસાય ત્યારે તેને ભેગા મળી ચૂંટણીમાં હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા કરવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો