નવી દિલ્હીઃ સંસદમાં રાજ્યસભામાં ગુજરાતના કોંગ્રેસનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે ઝીરો અવર નોટિસમાં ગુજરાતમાં વરસાદના લીધે થયેલી ભારે તારાજીનો અને જરૂરી પગલાં લેવામાં સરકારની નિષ્ફળતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જોવા મળતી ભારે વરસાદ પછી પાણી ભરાવવાની સમસ્યા ભાજપ સરકારના ભ્રષ્ટાચારને આભારી છે. ગુજરાતના લગભગ દરેક શહેરોમાં ભાજપની સરકારના અણઘડ આયોજન અને ભ્રષ્ટાચારી તથા તઘલખી વહીવટના લીધે લોકો પાણી ભરાવવાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતની પ્રજા પાણીમાં ડૂબેલી છે તો રાજ્યમાં ભાજપની સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે.
आज राज्यसभा में शून्यकाल नोटिस में मैंने गुजरात में बारिश से हुई भारी तबाही और जरूरी कदम उठाने में सरकार की नाकामी का मुद्दा उठाया।
गुजरात के कई इलाकों में बारिश के कारण कई लोगों की जान चली गई है, किसानों की फसलें बर्बाद हो गई हैं और जनजीवन बुरी तरह प्रभावित हुआ है ।
वर्षा… pic.twitter.com/TuF7hEmaTA
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 29, 2024
ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ખેડૂતોનો પાક બરબાદ થયો છે અને જનજીવનને માઠી અસર પહોંચી છે. વરસાદી પાણીના નિકાલને બદલે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને અધિકારીઓની મિલીભગતથી નિર્ભયપણે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેના કારણે શહેરો અને નગરોમાંથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોના ઘર, ધંધા-રોજગારના સ્થળોમાં પાણી ભરાઈ ગયા છે, અકલ્પનીય નુકસાન પહોંચાડ્યું છે.
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
