Kutch News : નખત્રાણા તાલુકાના મુરૂમાં ઘાતકી હત્યાના બનાવને લઈને ચકચાર મચી છે. જેમાં આરોપીએ ધારિયાથી યુવાનનું માથું, હાથ અને પગ કાપી બોરવેલમાં નાખી દીધા હતા. જ્યારે ધડ જમીનમાં દાટી દીધું હતું. મૃતકની ગુમ થયાની નોંધના આધારે શકમંદની પૂછપરછ બાદ આ ઘટસ્ફોટ થયો હતો.
આ મૃતક યુવક છ દિવસ અગાઉ ગુમ થયો હતો. શકમંદ આરોપીને કિશોર મહેશ્વરીની પૂછપરછ કરતા ગુન્હો કબૂલ્યો હતો. જેણે સહ આરોપી સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બાદમાં ધારિયાથી માથું અને હાથ કાપી બોરવેલમાં નાખી દીધા હતા.
જેમાં મૃતકના ધડને જમીનમાં દાટી દઈ હત્યાને અંજામ આપ્યો હતો. તપાસ બાદ પોલીસે મૃતક રવિ મહેશ્વરીના ધડને શોધી કાઢ્યું હતું. જ્યારે અન્ય અંગો બોરવેલમાંથી બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાંઆવી છે.
20 વર્ષીય રમેશભાઈ પુંજાભાઈ મહેશ્વરીની ગામના જ આરોપી કિશોર મહેશ્વરીએ હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આરોપીની કૌટુંબિક મહિલા સાથે આડા સંબંધ હતા. જેને કારણે આ નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેમાં યુવકને સીમમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
આરોપીઓની કેફિયત બાદ સોમવારે સાંજે પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જેમાં નખત્રાણા પ્રાંત અધિકારી સહિત તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું હતું. ગત મોડી રાત સુધી મૃતકની લાશને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે એક સગીર સહિત બે આરોપીઓની અટકાયત કરી છે.
