NRI news/ અમેરિકામાં ગુજરાતી પિતાની પુત્રએ જ હત્યા કરતા મચી ચકચાર

અમેરિકા ના શિકાગોમાં વડોદરામાં એક વૃદ્ધની તેના જ પુત્રએ હત્યા કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે. અમેરિકન કાયદા મુજબ તેને 20થી 30 વર્ષની સજા થઈ શકે છે. 

Top Stories NRI News Gujarat Vadodara Others
અમેરિકા મા વડોદરા ના ગુજરાતી પરિવાર મા પુત્ર એ પિતા ની હત્યા કરી ગુજરાતી વૃદ્ધની હત્યા

Chicago: અમેરિકન ડ્રીમમાં અમેરિકન કલ્ચર સાથે સંતાનોનો ઉછેરવામાં આવે તો શું પુરાવો આવે છે તે ગુજરાતના વતની અને અમેરિકાને વતન બનાવનારા વૃદ્ધને ભોગવવો પડ્યો હતો. ડોલર પાછળની આંધળી દોટ છેવટે ક્યાં લઈ જાય છે તેનો જીવતો જાગતો પુરાવો અમેરિકાના શિકાગોમાં ભારતીય કુટુંબ પાસે મળેલો કિસ્સો છે. અમેરિકાના શિકાગોમાં વડોદરાના એક વૃદ્ધની તેના જ પુત્રએ હત્યા કરી હતી. આપણે માતાપિતાને દેવ માનીએ છીએ અહીં તો પુત્રએ પિતાને ખરેખર દેવ કરી દીધા હતા.

અમેરિકા મા વડોદરા ના ગુજરાતી પરિવાર મા પુત્ર એ પિતા ની હત્યા કરી 

આ બનાવના પગલે ગુજરાતી (Gujarati) સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. આ ચોંકાવનારી ઘટના ગયા શુક્રવારે શિકાગો(Chicag0) ના શોમબર્ગ વિસ્તારમાં બની હતી. સાઉથ સેલેમ ડ્રાઇવ પર રહેતા 67 વર્ષીય નિવૃત્ત અનુપમભાઈ પટેલની તેમના જ પુત્રએ માથા પર હથોડીના પ્રહારો હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.

પિતાપુત્ર વચ્ચે આમ પણ અણબનાવ હતો. પિતાનો તેમના પુત્ર અભિજીત પટેલ (Abhijit Patel) સાથે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. તેના કારણે સ્થિતિ એટલી વણસી હતી કે અનુપમભાઈ પટેલે (Anupam Patel) તેમના પુત્રના વર્તન અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

કોર્ટે તેમને તેમના પિતાથી દૂર રહેવાનો આદેશ આપ્યો હતો. શૌમ્બર્ગમાં રહેતા અનુપમભાઈ તેમના પુત્રના વર્તનથી ખૂબ જ નારાજ હતા. સ્થાનિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે, અભિજીતે અન્ય લોકોના મોબાઇલ ફોન પર અપમાનજનક સંદેશા મોકલ્યા હતા, જેના કારણે ઝઘડો થયો હતો.

પોતાના દીકરાથી ધમકી મળતાં, તેણે સ્થાનિક પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસે અભિજીતની અટકાયત કરી અને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે અભિજીતને 27 જાન્યુઆરી સુધી મુક્ત કર્યો, અને તેને તેના પિતા અનુપમથી દૂર રહેવાનું જણાવ્યું હતું.

સ્થાનિક પોલીસ અને મીડિયા અહેવાલો અનુસાર, અભિજીત પટેલે ઘરમાં ઘૂસીને તેમના પિતાના માથા પર હથોડીથી હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ સોફા પર પડી ગયા હતા અને લોહીલુહાણ થઈ ગયા હતા.

આશ્ચર્યની વાત તો એટલી છે કે પુત્રએ પોતે જ ખૂન કરીને પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. પોલીસ અને પેરામેડિક્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમને મૃત જાહેર કર્યા હતા અને ખૂની પુત્ર અભિજીતની ધરપકડ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં, અનુપમભાઈની પુત્રીઓ ન્યુ જર્સીથી શિકાગો પહોંચી હતી. બાદમાં રવિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી શિકાગોમાં રહેતા ગુજરાતી પરિવારોને આઘાત લાગ્યો છે. મૃતક અનુપમભાઈ અમેરિકા જતા પહેલા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા હતા અને તેમના મિત્રો અને સંબંધીઓ ખૂબ જ દુઃખી છે.

શૌમ્બર્ગ પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાની ક્રૂરતાને કારણે આ કેસ ફર્સ્ટ-ડિગ્રી મર્ડર તરીકે નોંધવામાં આવ્યો છે. આરોપીને 20 થી 60 વર્ષની જેલની સજા થઈ શકે છે. અનુપમભાઈ ગુજરાતી સમુદાયના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. તે ગુજરાતી સમાજનું આગળ પડતું નામ હતા. તેમની આ જ પ્રકારની ક્રૂર હત્યા તેમના પુત્રએ કરતાં આખા ગુજરાતી સમાજને આંચકો લાગ્યો છે.

શિકાગોમાં રહેતા અને અનુપમભાઈના અમેરિકા ગયા પછી ત્યાં રહેવા ગયેલા પુરુષોત્તમભાઈએ જણાવ્યું હતું કે અનુપમભાઈ વર્ષોથી શૌમ્બર્ગ વિસ્તારમાં રહેતા હતા. તેઓ ગુજરાતી સમુદાયના કાર્યક્રમોમાં હાજરી આપતા હતા અને તેમના નજીકના સાથી હતા. ગુજરાતી સમુદાય આઘાતમાં છે અને આ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકાના જ્યોર્જિયામાં ગુજરાતી સ્ટોર માલિક ધોળે દહાડે લૂંટાયો

આ પણ વાંચો: એક કરોડનું દેવું કરીને અમેરિકા ગયેલા ગુજરાતી યુવક પાંચ મહિનામાં જ ડિપોર્ટ

આ પણ વાંચો: ડિંગુચા પરિવારની દુર્ઘટના: ફેનિલ પટેલની કેનેડિયન પોલીસે કરી ધરપકડ