Breaking News/ ગુજરાત ATSની મોટી સફળતા, પાકિસ્તાન માટે જાસૂસી કરતું નેટવર્ક ઝડપાયું

ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે ગોવા અને દમણમાં રહેતા કેટલાક લોકો સંવેદનશીલ સ્થળો, સેનાની હિલચાલ અને સરહદી વિસ્તારોની જાસૂસી કરીને માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા છે.

Top Stories Gujarat Breaking News
gujarat ATS ગુજરાત એ.ટી.એસ

Breaking News: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશ વિરોધી પ્રવૃત્તિઓના બે મોટા કેસમાં સતત સફળતા મેળવી છે. છેલ્લા 24 કલાકમાં ATS (એ.ટી.એસ) એ પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI માટે જાસૂસી કરતા બે આરોપીઓ તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. જેમાં પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે આરોપી રશ્મિન રવિન્દ્ર પાલની ગોવા અને એ.કે. સિંહની દમણથી ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત ATSને ગુપ્ત માહિતી મળી હતી કે ગોવા અને દમણમાં રહેતા કેટલાક લોકો સંવેદનશીલ સ્થળો, સેનાની હિલચાલ અને સરહદી વિસ્તારોની જાસૂસી કરીને માહિતી પાકિસ્તાન મોકલી રહ્યા છે. આ માહિતીના આધારે (એ.ટી.એસ) એ બંને જગ્યાએ એક સાથે દરોડા પાડ્યા.સૌથી ચોંકાવનારી વાત એ છે કે એ.કે. સિંહ ભારતીય સેનામાંથી નિવૃત્ત સુબેદાર છે. તેની પાસેથી મળેલા પુરાવા દર્શાવે છે કે તે પાકિસ્તાની જાસૂસોને આર્થિક મદદ પણ પહોંચાડતો હતો અને સંવેદનશીલ માહિતી લીક કરતો હતો.બંને આરોપીઓને હાલ અમદાવાદ લાવવામાં આવ્યા છે અને સઘન પૂછપરછ ચાલુ છે.

ગુજરાત ATSની નજરે એ. કે સિંહ

ATS નું સફળ ઓપરેશન

7 નવેમ્બર 2025ના રોજ સવારે ATSને ગુપ્ત માહિતી મળી કે પાકિસ્તાનથી (Pakistan) આવેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સક્રિય થવા આવ્યો છે. આખો દિવસ ટેક્નિકલ સર્વેલન્સ અને ગ્રાઉન્ડ ટીમની મથામણ બાદ રાત્રે 9 વાગ્યે તેની હિલચાલ કલોલ તરફ જોવા મળી. (એ.ટી.એસ) એ તુરંત ઓપરેશન શરૂ કરી તેને ઝડપી લીધો.

10 નવેમ્બર 2025ની સાંજે દિલ્હીના લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં સત્તાવાર રીતે 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે શરૂઆતના અહેવાલોમાં 11નો આંકડો આવ્યો હતો. આ ઘટના બાદ ગુજરાત (એ.ટી.એસ) એ પોતાની તપાસને વધુ તીવ્ર કરી દીધી હતી, જેનું પરિણામ આ ત્રણેય ધરપકડોમાં જોવા મળ્યું.

જુલાઈ 2025માં ગુજરાત (એ.ટી.એસ) એ અલ-કાયદાના દક્ષિણ એશિયા વિંગ AQIS સાથે જોડાયેલા ચાર આતંકીઓની ધરપકડ કરી હતી. આમાં અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઈડાના રહેવાસીઓનો સમાવેશ થતો હતો. આ લોકો સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા જેહાદી સાહિત્ય ફેલાવતા હતા અને ઓપરેશન સિંદૂર જેવી ભારત વિરોધી પોસ્ટ્સ શેર કરતા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત ATSએ પકડેલા આતંકીઓએ હરિદ્વારના મંદિરોમાં કરેલી રેકી કર્યાનું રહસ્યોદઘાટન

આ પણ વાંચો:ગુજરાત ATSની તપાસમાં ISKP આતંકવાદીઓના પાકિસ્તાન સાથે કનેક્શનો નજરે ચડયા, અનેક ડિજિટલ પુરાવા મળ્યા