Rajkot News/ રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા મામલે ફરિયાદ નોંધાઈ

રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે Rumours ફેલાવવાનો મામલો સામે આવ્યો છે

Gujarat Rajkot
આ અફવા(Rumours)સંદર્ભે રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ છે

Rajkot News : રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવા(Rumours) ફેલાવવાનો મામલો સામે આવ્યો છે. આ સંદર્ભે રાજકોટ પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ નોંધાઈ છે.

IOCLના સેલ્સ હેડ દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદમાં જણાવાયું છે કે ગોપાલ ચુડાસમાએ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટ્યો હોવાનું ખોટું નિવેદન આપ્યું હતું. આ નિવેદનના કારણે શહેરમાં ભય અને ગેરસમજ ફેલાઈ ગઈ હતી.

તેમના નિવેદન બાદ લોકોને ગેરમાર્ગે દોરાયા અને પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો લાગી ગઈ હતી, જેના કારણે પેનિક જેવી સ્થિતિ સર્જાઈ હતી.

જોકે, કંપની તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો અને કોઈ અછત નહોતી.

આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસનું મોંઘવારી સામે આંદોલન, 11 મી જૂને રાજ્યવ્યાપી દેખાવો થશે, પેટ્રોલ ડિઝલ ગેસ અને ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા, પ્રજાને રાહત આપવાની માગ સાથે આંદોલન

આ પણ વાંચો : ચૂંટણી પ્રચારમાં છવાયો પેટ્રોલ ડિઝલનો ભાવવધારો, કોંગ્રેસના ઉમેદવારે કાઢી સાયકલ ઉપર રેલી

આ પણ વાંચો : પેટ્રોલ ડિઝલમાં ભાવ ઘટાડો યથાવત, દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો