Ahmedabad News/ વાસણામાં વિધર્મી યુવકોનુ કારસ્તાન સામે આવ્યુ

Heretical Youths એ ત્રણ સગીરાઓને ફસાવી હતી અને તેમને હોટલમાં લઈ જવા માટે નકલી આધારકાર્ડ પણ બનાવડાવ્યા હતા.

Gujarat Ahmedabad
વિધર્મી યુવકો(Heretical Youths)એ ત્રણ સગીરાઓને ફસાવી હતી

Ahmedabad News : અમદાવાદ શહેરમાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે છેડતી અને દુષ્કર્મના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં વાસણા(Vasna)વિસ્તારમાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં વિધર્મી યુવકો(Heretical Youths)એ ત્રણ સગીરાઓને ફસાવી હતી અને તેમને હોટલમાં લઈ જવા માટે નકલી આધારકાર્ડ પણ બનાવડાવ્યા હતા.

આ સમગ્ર મામલે વાસણા (Vasna)પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રેમજાળમાં ફસાવી છેડતી

પોલીસ માહિતી અનુસાર, ત્રણેય આરોપીઓ સગીરાઓને મલાવ તળાવ અને પરિમલ ગાર્ડન જેવા વિસ્તારોમાં લઈ જઈ તેમની સાથે છેડતી કરતા હતા. આ સગીરાઓની ઉંમર અંદાજે 16 થી 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

નકલી આધારકાર્ડનો ઉપયોગ

એક સગીરાને હોટલમાં લઈ જવાના ઈરાદાથી તેની ઉંમર વધારે બતાવવા માટે નકલી આધારકાર્ડ બનાવવામાં આવ્યું હતું. આ કાર્ડમાં સગીરાનું નામ પણ બદલવામાં આવ્યું હતું. નકલી આધારકાર્ડ બનાવવા માટે મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Heretical Youths સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ મામલે વાસણા(Vasna) પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે સગીર સહિત કુલ 4 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શીરાઝ સલમાની, આમીર શેખ અને અરવિંદ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અરવિંદ ચૌહાણે સગીરાના બોગસ દસ્તાવેજો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

શંકા જતા મામલો બહાર આવ્યો

રિવરફ્રન્ટ વિસ્તારમાં ત્રણ યુવકો સાથે ઉભેલી સગીરાઓ પર કેટલાક લોકોની શંકા જતા પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં છોકરીઓના નામ અલગ જણાવાયા હતા, પરંતુ વધુ તપાસ કરતા સત્ય બહાર આવ્યું કે તેઓ સગીરાઓ છે અને તેમના સાથેના યુવકો મોટી ઉંમરના છે.

POCSO હેઠળ ગુનો દાખલ

આ મામલે પોલીસ દ્વારા પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ સગીરાઓને લાંબા સમયથી ઓળખતા હતા અને આ ઓળખાણનો લાભ લઈ તેમને ફસાવવામાં આવી હતી.

અન્ય ઘટના પણ સામે આવી

સોલા વિસ્તારમાં પણ એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું અને મારપીટ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં પણ પોલીસે આરોપીને ઝડપ્યો છે.

ઝઘડાની ઘટના બાદ ફરિયાદ

વાડજ વિસ્તારમાં બનેલી એક ઘટનામાં મારામારી થતાં કેટલાક લોકો અને સગીરાના પિતા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


આ પણ વાંચો : આણંદમાં લવ જેહાદ જેવી ચોંકાવનારી ઘટના, 26 વર્ષીય વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ  

આ પણ વાંચો : વિધર્મીએ સગીરાને ફસાવી વારંવાર શરીરસુખ માણ્યું, ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવ્યો

આ પણ વાંચો : મમ્મી-પપ્પાને મારી નાખવાની ધમકી આપી વિધર્મી યુવકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું