Surat News/ વિધર્મીએ સગીરાને ફસાવી વારંવાર શરીરસુખ માણ્યું, ગર્ભવતી થતાં ગર્ભપાત કરાવ્યો

ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા મહુવા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી

Gujarat Surat

Surat News : લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત જિલ્લાના એક ગામમાં વિધર્મીએ નામ બદલી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા, બીજીતરફ સગીરા ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો હતો, બન્નેના એક મૌલવીએ લગ્ન કરાવ્યા હોવાની વાત પણ સામે આવી છે, સમગ્ર હકીકત બહાર આવતા મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો છે.

વર્ષ 2016માં  સુરત જિલ્લાના એક ગામમાં એક સગીરા એક સગીરના સંપર્કમાં આવી હતી અને સગીરે પોતે હિન્દુ છે અને પોતાનું નામ જેનિસ હોવાનું જણાવી મિત્રતા કરી હતી અને બાદમાં સગીરા પ્રપોઝ કરી તું મને બહુ ગમે છે ,તારા વગર રહી નહી શકું, હું તને ખૂબ પ્રેમ કરું છે તે કહી વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ જઈને અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો.

જેને પગલે સગીરા ગર્ભવતી થઈ જતા બહારથી દવા લાવી ગર્ભપાત કરાવી દીધો હતો.આ વ્યક્તિનું નામ જેનીશ નહી પણ અન્ય છે તેવું સગીરાને ખબર પડી ગઈ હતી. ત્યારે વિધર્મીએ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સગીરાનું ફૈઝા નામ ધારણ કરાવી ગાડીમાં બેસાડી અને દાઢીવાળા મૌલવી પાસે લઈ ગયો હતો.

જ્યાં મૌલવીએ બન્નેના લગ્ન કરાવી દીધા હતા. આમ સમગ્ર ઘટના ની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા મહુવા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી દાઢીવાળા અજાણ્યા મૌલવી ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Anand News/લવ જેહાદ : વિધર્મીએ કિશોરીને જુદી જુદી જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચરતા ગર્ભવતી બની