Dhoni vs Samson: IPL 2026 ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાં સૌથી મોટી ચર્ચા જાગી છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં રાજસ્થાન રોયલ્સના પૂર્વ કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) ના સમાવેશ બાદ સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ પંડિતો સુધી એક જ સવાલ પૂછાઈ રહ્યો છે: શું સંજુ સેમસન હવે એમ.એસ. ધોનીની (Dhoni) જગ્યા લેશે? આ વખતે ‘કેપ્ટન કૂલ’ ના રોલ અને ભવિષ્યને લઈને ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સંજુ સેમસન અને ધોનીના રોલ વિશેની વિગતવાર માહિતી.
સંજુ સેમસનનું CSK માં આગમન અને માહીનો રોલ
સંજુ સેમસન એક આક્રમક બેટ્સમેન હોવાની સાથે શાનદાર વિકેટકીપર પણ છે. ધોની અત્યારે પોતાની કારકિર્દીના અંતિમ પડાવ પર છે, ત્યારે ટીમ મેનેજમેન્ટે સંજુને ભવિષ્યના વિકેટકીપર-બેટ્સમેન તરીકે જોયો હોય તેમ લાગે છે. દિગ્ગજોનું માનવું છે કે ધોની આ સીઝનમાં કદાચ ‘મેન્ટોર-પ્લેયર’ તરીકે જોવા મળી શકે છે, જ્યારે સંજુ સેમસન મેદાન પર વિકેટકીપિંગની જવાબદારી સંભાળીને ધોની પરથી વર્કલોડ ઓછો કરી શકે છે.
શું Dhoni માત્ર ‘ઈમ્પેક્ટ પ્લેયર’ તરીકે રમશે?
ક્રિકેટના દિગ્ગજોનું કહેવું છે કે વધતી ઉંમર અને ઘૂંટણની ઈજાને કારણે ધોની કદાચ પૂરી 20 ઓવર ફિલ્ડિંગ ન કરે. તે ‘ઈમ્પેક્ટ પ્લેયર’ (Impact Player) તરીકે બેટિંગ કરવા આવી શકે છે. જો આવું થાય, તો સંજુ સેમસન મુખ્ય વિકેટકીપર તરીકે રમશે. જોકે, ટીમની રણનીતિ અને મેદાન પરના નિર્ણયોમાં ધોનીનો પ્રભાવ હંમેશની જેમ જ રહેશે. ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન હોવા છતાં, ધોની અને સંજુના અનુભવનો લાભ ટીમને મળશે.
દિગ્ગજ ક્રિકેટરોનો અભિપ્રાય
પૂર્વ ભારતીય ક્રિકેટરોએ આ મામલે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. કેટલાકનું કહેવું છે કે સંજુ સેમસન માટે ધોનીની છત્રછાયામાં રમવું એ સુવર્ણ તક છે, જ્યારે કેટલાક માને છે કે ધોની વગરની CSK ની કલ્પના કરવી મુશ્કેલ છે. જો સંજુ સારું પ્રદર્શન કરશે, તો તે આગામી વર્ષોમાં CSK નો નવો ચહેરો બની શકે છે. પરંતુ, શું તે ધોની જેવી ફિનિશિંગ ક્ષમતા અને મેચ વિનિંગ ટેમ્પરામેન્ટ બતાવી શકશે? તે જોવું રસપ્રદ રહેશે.
ચાહકોની આતુરતા અને CSK ની નવી રણનીતિ
ચેન્નાઈના ચાહકો (Thala Fans) હંમેશા ધોનીને (Dhoni) મેદાન પર જોવા માંગે છે. સંજુના આવવાથી ટીમનું બેટિંગ યુનિટ મજબૂત થયું છે, કારણ કે સંજુ સ્પિનર્સ સામે ખૂબ જ આક્રમક રમે છે અને ચેન્નાઈની પીચ સ્પિન-ફ્રેન્ડલી છે. મેનેજમેન્ટનો પ્લાન એવો હોઈ શકે કે ધોની માત્ર અંતિમ ઓવરોમાં ફિનિશર તરીકે આવે અને સંજુ મિડલ ઓર્ડરમાં ટીમને સ્થિરતા આપે.
ભવિષ્યનો સંકેત?
શું આ ધોનીની(Dhoni) છેલ્લી IPL હશે? આ સવાલ દર વર્ષે પૂછાય છે, પરંતુ સંજુ સેમસન જેવા અનુભવી ખેલાડીને ટીમમાં લાવવા પાછળ ચોક્કસપણે ભવિષ્યનું આયોજન દેખાય છે. જો સંજુ આ સીઝનમાં સફળ રહે છે, તો તે ધોનીના વારસદાર તરીકે પોતાની જગ્યા પાકી કરી લેશે.


