IPL Captaincy: IPL 2026 Match ની શરૂઆત 28 માર્ચથી થવા જઈ રહી છે, પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ત્રણ મોટી ટીમો—સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH), રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમના મુખ્ય ફાસ્ટ બોલરો ઈજા અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે શરૂઆતની કેટલીક મેચો ગુમાવી શકે છે. આ સમાચારથી ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, કારણ કે આ બોલરો પોતાની ટીમના પિલર ગણાય છે. કયા 3 બોલરો અને શું છે બહાર થવાનું કારણ?
પેટ કમિન્સ (SRH) – કમરની ઈજા
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર પેટ કમિન્સ શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં. કમિન્સ લાંબા સમયથી ‘લમ્બર બોન સ્ટ્રેસ ઇન્જરી’ (કમરની ઈજા) સામે ઝઝૂમી રહ્યો છે. આ ઈજાને કારણે તેણે એશિઝ શ્રેણીની છેલ્લી કેટલીક મેચો અને T20 વર્લ્ડ કપ 2026 પણ ગુમાવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મેડિકલ ટીમ હજુ પણ તેને સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરી નથી, જેના કારણે SRH એ ઈશાન કિશનને કામચલાઉ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.
જોશ હેઝલવુડ (RCB) – હેમસ્ટ્રિંગ અને એચિલીસ ઈજા
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પણ મોટો ઝટકો લાગ્યો છે. ગત સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર જોશ હેઝલવુડ શરૂઆતની મેચોમાંથી (Match) બહાર રહી શકે છે. હેઝલવુડ હેમસ્ટ્રિંગ (સ્નાયુ ખેંચાઈ જવા) અને એચિલીસ ટેન્ડન (પગની પાછળની નસ) ની ઈજાથી પીડાઈ રહ્યો છે. તેને ફિટ થવામાં હજુ થોડો સમય લાગશે, જેના કારણે RCB ના બોલિંગ એટેક પર અસર પડી શકે છે.
મિચેલ સ્ટાર્ક (DC) – વર્કલોડ મેનેજમેન્ટ
દિલ્હી કેપિટલ્સના મુખ્ય બોલર મિચેલ સ્ટાર્ક શરૂઆતની મેચો (Match) ગુમાવી શકે છે, પરંતુ તેનું કારણ ઈજા નથી. અહેવાલો મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સ્ટાર્કના વર્કલોડને મેનેજ કરવા માટે તેને થોડો આરામ આપવા માંગે છે. સ્ટાર્કની વધતી ઉંમર અને સતત ક્રિકેટને જોતા તેની બોડીને ફ્રેશ રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેની ગેરહાજરીમાં દિલ્હીની ટીમે પાવરપ્લેમાં વિકેટ લેવા માટે અન્ય વિકલ્પો પર નિર્ભર રહેવું પડશે.
Matchની ટીમો પર કેવી અસર પડશે?
SRH: કેપ્ટન્સી અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટની ખોટ પડશે.
RCB: પાવરપ્લેમાં કંટ્રોલ અને વિકેટ લેવાની ક્ષમતા ઘટશે.
DC: શરૂઆતની મેચોમાં (Match) અનુભવી ફાસ્ટ બોલરની ગેરહાજરીથી રણનીતિ બદલવી પડશે.



