Not Set/ #T10League : ૧૦ ઓવરની મેચમાં રનનો ઢગલો થવાની સાથે જ બન્યો ખાસ રેકોર્ડ

શારજહા, જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે એમ એમ ક્રિકેટના ફોર્મેટમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે સૌપ્રથમ ટી-૨૦ ક્રિકેટની શરૂઆત થઇ હતી ત્યારબાદ હવે આ રમતના નવા ફોર્મેટ તરીકે ટી-૧૦ ક્રિકેટની શરૂઆત થઇ છે. શાહજહાંમાં રમાઈ રહેલી ટી-૧૦ લીગમાં શુક્રવારે રમાયેલી એક મેચમાં રનનો ઢગલો થઇ ગયો હતો. નોર્દન વોરિયર્સ અને […]

Trending Sports

શારજહા,

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે એમ એમ ક્રિકેટના ફોર્મેટમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે સૌપ્રથમ ટી-૨૦ ક્રિકેટની શરૂઆત થઇ હતી ત્યારબાદ હવે આ રમતના નવા ફોર્મેટ તરીકે ટી-૧૦ ક્રિકેટની શરૂઆત થઇ છે.

શાહજહાંમાં રમાઈ રહેલી ટી-૧૦ લીગમાં શુક્રવારે રમાયેલી એક મેચમાં રનનો ઢગલો થઇ ગયો હતો. નોર્દન વોરિયર્સ અને પંજાબી લેજંડસ વચ્ચે રમાયેલી લીગની ૮મી મેચમાં એક નવો રેકોર્ડ બની ગયો છે.

નોર્દન વોરિયર્સની ટીમે માત્ર ૧૦ ઓવરમાં પોતાની તૂફાની બેટિંગના સહારે ૧૮૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. આ ઇનિંગ્સમાં કુલ ૧૯ સિક્સર અને ૧૦ ફોર ફટકારવામાં આવી હતી.

જો કે નોર્દન વોરિયર્સ દ્વારા આપવામાં આવેલા ૧૮૪ રનના ટાર્ગેટ સામે વિરોધી ટીમ માત્ર ૮૪ રન જ બનાવી શકી હતી. આ સાથે જ નોર્દન વોરિયર્સનો ૯૯ રને વિજય થયો હતો.

નોર્દન વોરિયર્સ તરફથી વિકેટકીપર બેટ્સમેન નિકોલ્સ પૂરને તૂફાની ઇનિંગ્સ રમી હતી. પૂરને માત્ર ૨૫ બોલમાં ૭૭ રન ફટકાર્યા હતાં, જેમાં ૧૦ સિક્સર અને ૨ ચોક્કા શામેલ છે.

આ ઉપરાંત ઓલરાઉન્ડર ખેલાડી રસેલે ૯ બોલમાં ૬ સિક્સરની મદદથી અણનમ ૩૮, જયારે રોવમૈન પોવેલે પણ ૫ બોલમાં ૨૧ રન બનાવ્યા હતા.