Vadodara News/ વડોદરામાં દુઃખદ ઘટના, રમતા-રમતા 4 વર્ષની બાળકી ચૂલા પર પડી, સારવાર દરમિયાન મોત

Vadodara News: વડોદરામાંથી દિલ હચમચાવી દે તેવી એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના સમા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી (Child) રમતા-રમતા ગરમ ચૂલા પર પડી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ તબીબોના અથાગ પ્રયત્નો છતાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી […]

Gujarat Vadodara Trending
Child

Vadodara News: વડોદરામાંથી દિલ હચમચાવી દે તેવી એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના સમા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી (Child) રમતા-રમતા ગરમ ચૂલા પર પડી જતા ગંભીર રીતે દાઝી ગઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, પરંતુ તબીબોના અથાગ પ્રયત્નો છતાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

રમતમાં માસૂમ બાળકી પર ઢોળાયું ઉકળતું પાણી

મળતી માહિતી મુજબ, રોજગાર માટે વડોદરા શહેરમાં વસતા પરપ્રાંતિય યુવક ઈશ્વર બારીયાની 4 વર્ષની પુત્રી (Child) રિદ્ધિ ઘરમાં રમી રહી હતી. તે દરમિયાન ઘરમાં ચૂલા પર પાણી ગરમ કરવામાં આવી રહ્યું હતું. રમતમાં ને રમતમાં બાળકી ચૂલા પાસે પહોંચી ગઈ હતી અને હાથમાં રહેલું લાકડું ઉછાળતા તે ઉકળતા પાણીના વાસણ સાથે અથડાયું હતું. પરિણામે, ઉકળતું ગરમ પાણી રિદ્ધિ પર ઢોળાઈ ગયું હતું અને બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી.

ગંભીર હાલતમાં SSG હોસ્પિટલ ખસેડાઈ

ઘટનાની જાણ થતાં પરિવારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલી હાલતમાં બાળકીને (Child) તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે લઈ જવામાં આવી હતી. તબીબોએ બાળકી (child)ને પીડિયાટ્રિક વિભાગના ICUમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

સારવાર દરમિયાન બાળકીનું મોત

બાળકી (Child)ની હાલત અત્યંત ગંભીર હોવાથી તબીબો (Doctor) દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર દાઝની ઇજાઓને કારણે સારવાર દરમિયાન રિદ્ધિએ દમ તોડી દીધો હતો. બાળકીના મોતના સમાચાર મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

બાળકો પ્રત્યે અવગણના બની ઘાતક

આ ઘટના ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કરે છે કે ઘરેલુ કામકાજમાં વ્યસ્તતા અને બાળકો પ્રત્યેની સામાન્ય અવગણના કેટલી ઘાતક સાબિત થઈ શકે છે. એક ક્ષણની બેદરકારી માસૂમના જીવન માટે જીવલેણ બની શકે છે.

હાલ આ દુઃખદ ઘટના તમામ માતા-પિતાઓ માટે એક ગંભીર સબક સમાન બની છે. ઘરમાં ગરમ પાણી, ગેસ, ચૂલો અથવા વીજળીના ઉપકરણો ચાલુ હોય ત્યારે નાનાં બાળકો પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. નાની એવી બેદરકારી પણ માસૂમ બાળક(Child)ના જીવ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ ઘટનાને પગલે સમા પોલીસે મામલાને ગંભીરતાથી લઈ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરા પાદરાની મહેલી તલાવડી પાસે યુવકની ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યારો ફરાર

આ પણ વાંચો:  વડોદરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, બાઈકચાલકને કારએ ઘાતક ઝટકો આપ્યો

આ પણ વાંચો: વડોદરામાં અંકોડિયા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો : ઈજાના નિશાનને પગલે હત્યાની શંકા