Patan News/ ચાણસ્માના દેલમાલ ગામમાંથી બે બોગસ તબીબો ઝડપાયા, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા

બે બોગસ ડોક્ટરોને (Doctor) SOGએ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં ઝડપી પાડ્યાની ઘટના સામે આવી છે.મેડિકલ ડિગ્રી વગર સારવાર કરતા હતા.

Top Stories Gujarat Breaking News
Doctor

Patan News:પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામમાં મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરોને (Doctor) પાટણ SOGની ટીમે ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓ બીમાર દર્દીઓને તપાસીને દવાઓ તેમજ ઈન્જેક્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી દાખવતાં કામ કરતાં હતા.આરોપીઓની ઓળખ આમીલ ઈરફાન બેહલીમ અને ઝહીર સાબીર તુવર તરીકે થઈ છે.

પાટણ SOGની ટીમે દરોડો પાડી બંને બોગસ ડોક્ટરો (Doctor) ની ધરપકડ કરી

Doctor

પાટણ SOGને મળેલી ગુપ્ત માહિતીના આધારે દેલમાલ ગામમાં દરોડો પાડી બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન તેમની પાસેથી મોટા પ્રમાણમાં ઈન્જેક્શનો,વિવિધ પ્રકારની દવાઓ તેમજ મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપીઓ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર લાંબા સમયથી ગામમાં ક્લિનિક ચલાવી દર્દીઓની સારવાર કરતા હતા. તેઓ ગરીબ અને અજાણ લોકોને લક્ષ્ય બનાવીને ખોટી સારવાર આપી તેમના જીવ સાથે રમત રમતા હતા.

Doctor કારણે ઘણી વખત દર્દીઓની હાલત વધુ ગંભીર બની જતી હોવાના કિસ્સા

આવા બોગસ તબીબોને (Doctor) કારણે ઘણી વખત દર્દીઓની હાલત વધુ ગંભીર બની જતી હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.આ ઘટના બાદ ચાણસ્મા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: અમદાવાદ:બોગસ ડોકટરો સામે તવાઇ લાંભામાં બોગસ તબીબો ઝડપાયા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા તબીબો 6 ડોક્ટરોના એકમો સીલ કરાયા

આ પણ વાંચો: બોગસ ડૉક્ટર/ સુરત જિલ્લામાં ફાટ્યો રાફડો, ચાર બોગસ તબીબો ઝડપાયા

આ પણ વાંચો: રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ