Not Set/ આસામમાં કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર થયા,અમિત શાહની હાજરીમાં 1 હજાર ઉગ્રવાદીએ હથિયાર મૂક્યા

આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે કરાર હેઠળ, પહાડી આદિવાસીઓ ભારતીય બંધારણના અનુસૂચિ 6 હેઠળ અનામત મેળવવા માટે હકદાર રહેશે.

Top Stories

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં શનિવારે કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર બાદ અમિત શાહે કહ્યું કે ઐતિહાસિક કાર્બી આંગલોંગ કરાર થઈ ગયો છે. મોદી સરકાર દાયકાઓ જૂના સંકટને ઉકેલવા અને આસામની પ્રાદેશિક અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ દિવસ ચોક્કસપણે આસામ અને કાર્બી ક્ષેત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. આજે 5 થી વધુ સંગઠનોના આશરે 1000 કાર્યકરોએ હથિયારો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે કાર્બી આંગલોંગના સંદર્ભમાં, આસામ સરકાર પાંચ વર્ષમાં એક વિસ્તારના વિકાસ માટે 1000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. નરેન્દ્ર મોદી સરકારની નીતિ એ છે કે અમે જે સમજૂતી કરીએ છીએ તેની તમામ શરતો અમે અમારા સમયમાં પૂર્ણ કરીએ છીએ

 

આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે બોડો અને કાર્બી, આસામના બે આદિવાસી જૂથો આસામથી અલગ થવા માગે છે. બોડો એકોર્ડ પર 2009 માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને તે આસામની પ્રાદેશિક અખંડિતતા જાળવી રાખીને વિકાસના નવા રસ્તા ખોલી હતી. કાર્બી કરાર આજે થયો આનાથી કાર્બી આંગલોંગ વિસ્તારમાં શાંતિ આવશે.

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું   હું દસકાઓ જૂના સંકટને ઉકેલવા આસામની પ્રાદેશિક અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ એવા ઐતિહાસિક કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર કરવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો આભાર માનું છું. હું આસામના મુખ્યમંત્રીનો પણ આભાર માનું છું. આજના કરારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિંમતવાન ગૃહમંત્રી અમિત શાહના પ્રયત્નોએ પણ ફાળો આપ્યો છે.

કાર્બી આસામનું એક મુખ્ય જાતીય જૂથ છે, જે ઘણા પક્ષોથી ઘેરાયેલું છે. કાર્બી જૂથનો ઇતિહાસ 1980 ના દાયકાની શરૂઆતથી હત્યા, વંશીય હિંસા, અપહરણ અને કરવેરા સાથે સંકળાયેલો છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કરાર બાદ કહ્યું કે નવા કરાર હેઠળ, પહાડી આદિવાસીઓ ભારતીય બંધારણના અનુસૂચિ 6 હેઠળ અનામત મેળવવા માટે હકદાર રહેશે.