Not Set/ રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનમાં અત્યાર સુધી કુલ 229 બોગસ તબીબો રાજ્યભરમાંથી ઝડપાયાં છે. રાજ્ય પોલીસે બોગસ તબીબો સામે કુલ 218 દાખલ કર્યા છે. દાખલ થયેલા ગુના પૈકી 222 બોગસ તબીબોની ધરપકડ કરાઈ છે. 

Top Stories Gujarat Others
crow 13 રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ

રાજ્યમાં અનેક જિલ્લામાં બોગસ તબીબો પ્રેક્ટિસ કરતાં હોય છે. અને આવા ઝોલછાપ તબીબો પ્રત્યે સરકારે લાલ આંખ કરી છે.  આ અભિયાનમાં મોટી સંખ્યામાં બોગસ તબીબો મળી આવ્યા છે. જે કોઈ પણ ડિગ્રી વિના લોકોની સારવાર કરતાં ઝડપાયા છે. રાજ્યમાં સૌથી વધુ ભરૂચ અને બનાસકાંઠામાંથી 28 બોગસ તબીબો ઝડપાયાં છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ અભિયાનમાં અત્યાર સુધી કુલ 229 બોગસ તબીબો રાજ્યભરમાંથી ઝડપાયાં છે. રાજ્ય પોલીસે બોગસ તબીબો સામે કુલ 218 દાખલ કર્યા છે. દાખલ થયેલા ગુના પૈકી 222 બોગસ તબીબોની ધરપકડ કરાઈ છે.

crow 12 રાજ્યમાં અધધધ બોગસ તબીબોની ધરપકડ કરાઈ, આ જિલ્લામાં નોંધાય સૌથી વધુ કેસ

ભરૂચ બાદ બનાસકાંઠા માંથી સૌથી વધુ 27 બોગસ તબીબો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 218 ગુના પૈકી 15 ગુનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 203 ગુનામાં હજુ ચાર્જશીટ કરવાની બાકી છે. એપ્રિલ 2021થી બોગસ તબીબોને  ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરાઈ  હતી.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં અનેક નકલી ડોક્ટર્સ ઝડપાઈ આવ્યા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય બન્યા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા. જેના કારણે અનેક લોકોના જીવનની સાથે ચેડા થયા હતા.