ગાંધીનગર/ ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

ગાંધીનગર જિલ્લાના દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટની માલિકીની કથિત જગ્યાનો વિવાદ હવે ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે.

Gujarat Gandhinagar Top Stories
YouTube Thumbnail 2024 02 26T192941.416 ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

 Dehgam News: ગાંધીનગર જિલ્લાના દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટની માલિકીની જગ્યાનો પચાવી  પાડવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા સબંધિત અનેક વિભાગોમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેનો યોગ્ય ઉકેલ ન આવતા અંતે મંદિર ટ્રસ્ટે ગૃહમંત્રી સમક્ષ ન્યાયની માગ કરતી અરજી કરી છે. જાણો શું છે સમગ્ર મામલો…

ગાંધીનગર જિલ્લાના દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટની માલિકીની જગ્યાનો વિવાદ ગૃહમંત્રી સુધી પહોંચ્યો છે. મંદિરે દાવો કર્યો છે કે આ જગ્યા ઘણા વર્ષો પહેલા એક મિલને 98 વર્ષના લીઝ પર આપવામાં આવી હતી. બાદમાં, જ્યારે મિલ બંધ થઈ, ત્યારે મિલ દ્વારા અન્ય લોકોને જમીન સબ-લેટ કરવામાં આવી હતી. પેટા-ભાડૂતોએ પણ અન્ય પેટા-ભાડૂતોને જગ્યા પેટા ભાડે આપીને વર્ષોથી ભાડું વસૂલ્યું હતું. તમામ આક્ષેપો સાથે જમીન પચાવી પાડવા હેઠળ કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી છે.

Untitled ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

ગોપાલજી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મંદિરની જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવવાનું કાવતરું ઘડનારા અને મંદિરની માલિકીની જગ્યા પર ગેરકાયદે કબજો જમાવનાર તમામ સામે પગલાં લેવાની માંગ કરી છે.અને ખોટી લીઝ આપી જમીન પચાવી પાડી રહ્યા છે.

Untitled 1 ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

દહેગામના ગોપાલજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગૃહમંત્રીને કરવામા આવેલી રજુઆતમાં દાવો કરાયો છે કે, મંદિર દહેગામમાં સૌથી પુરાણુ છે અને મંદિર દ્વારા રથયાત્રાનુ આયોજન પણ કરાય છે. મંદિરની જે કથિત જગ્યાનો વિવાદ ચાલે છે, તે જગ્યા દહેગામ સીટીસર્વે કચેરીમાં મંદિરના નામે નોંધાયેલી છે.

Untitled 2 ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

ગોપાલજી મંદિર ટ્રસ્ટ એ નોંધણી નંબર: A-254/ગાંધીનગર અને તારીખ: 29/01/1953 સાથે નોંધાયેલ ટ્રસ્ટ છે. અને ગોપાલજી મંદિરના ટ્રસ્ટી સુમેરુભાઈ રસીકભાઈ અમીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. અને પત્રમાં જણાવ્યા મુજબ, ગોપાલજી મંદિર દહેગામના સર્વે નંબર:- 490 અને સીટી સર્વે નંબર:- 342,383,385,386 જે ગોપાલજી મંદિર ટ્રસ્ટની માલિકીની મિલકતો છે, જે દહેગામની મામલતદાર કચેરી ખાતે સીટી સર્વેની કચેરીમાં નોંધાયેલ છે. મંદિરના સાર્વજનિક ટ્રસ્ટ કાર્યાલયની PTR નકલ. માલિકીની જગ્યાના સર્વે નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

Untitled 3 ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

1920માં મંદિરે આ જગ્યા એક મિલને 98 વર્ષની લીઝ પર આપી હતી. બાદમાં કર્મચારીઓના વિવાદને કારણે આ મિલ બંધ કરવામાં આવી હતી. રજૂઆતમાં કરાયેલા દાવા મુજબ મિલ સબ-ટેનન્ટ તરીકે કોઈને જગ્યા આપી શકે નહીં તેવી શરત હોવા છતાં મિલે પેટા ભાડૂત તરીકે અન્યને જગ્યા આપી હતી. બાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પેટા ભાડૂત છેલ્લા 40 વર્ષથી જમીન ભાડે આપે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ તમામે ગેરકાયદેસર રીતે મંદિરની જગ્યા પર કબજો કરી લીધો છે. જેમાં સમગ્ર મામલે 10 લોકો સામે ગુનો નોંધવા માટે ગૃહ રાજ્ય મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Untitled 4 ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

10 લોકો વિરુદ્ધ કાર્યવાહી

 1. લતીફભાઇ ગફુરભાઈ ખ્વાજાભાઈ મનસૂરી તે ભારત એન્ટરપ્રાઈઝ ના માલિક.
 2. વસંતભાઈ વકતાજી રાજપુરોહિત તે વસંત ઇન્ડસ્ટ્રીઝના માલિક (બારદનનો ધંધો)
 3. મોતીભાઈ જોઇતાભાઇ પટેલ
 4. બંસીલાલ પુનમચંદ પટેલ
 5. ગોપાલભાઈ શામજીભાઈ સોની તે કામધેનું સો મિલ ના માલિક
 6. અરજણભાઈ માવજીભાઈ પટેલ તે ધનલક્ષ્મી સો મિલ ના માલિક
 7. જગદિશભાઈ કરસનભાઈ પટેલ તે જય જલારામ સો મિલ ના માલિક અને (જગદીશ ભાઈ દ્વારા કાન્તીભાઈ પરબતભાઈ પટેલ ને ભાડે આપેલ છે.)
 8. ગોપાલજી કાન્તિલાલ કચરાભાઈ ઠાકોર
 9. મનુભાઈ ગોવિંદભાઈ પટેલ
 10. કાંતિભાઈ પરબતભાઈ પટેલ તે જય જગ્ગન્નાથ સો મિલના માલિક

દેહગામ શ્રી ગોપાલજી મંદિર ટ્રસ્ટ દ્વારા  કરાયેલી ફરિયાદ અને તારીખ 

 1. દેહગામ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર દબાણ બાબતની ફરિયાદની અરજી 7/09/2023 ના રોજ  કરવામાં આવી હતી.
 2. ગાંધીનગર કલેકટરને લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદની રજૂઆત, તા 20/09/2023 ના રોજ કરવામાં આવી હતી.
 3. ટ્રસ્ટની જમીનમાં બીનધીકૃતરીતે મેળવેલ GST  તાત્કાલિક અસરથી રદ કરવા ગાંધીનગર જોઈન્ટ કમિશ્નર ડીવીઝન 3 બ્લોક 20બીજો ત્રીજો માળ ડો.જીવરાજ મહેતા ભવન જુના સચિવાલય ખાતે 1/11 /2023 ના રોજ કરવામાં અવી હતી. સાથે જ ચીફ કમિશ્નર GST ગુજરાત  સમીર વકીલ IRS અધિકારી અને જે .ખાન કમિશ્નર CGST ગુજરાતને પણ  11/11/2023ના રોજ અરજી કારાઈ છે.
 4. દેહગામ રેંજ RFO ને સમગ્ર મામલે અનધિકૃત રીતે મેળવેલ સો મિલના લાઈસન્સ રદ કરવા બાબતે 3/11/2023 ના રોજ અરજી કરાઈ.
 5. મંદિરની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર રીતે મેળવેલ વીજ કનેક્શન રદ કરવા અને કાયદેસરની ફરિયાદ નોંધવા તથા મંદીરની માલિકી ની જગ્યામાં ગેરકાયદેસર રીતે ફાળવેલ GST  નંબર રદ કરવા રાજ્યના ઉર્જામંત્રી અને નાણામંત્રી  કનુ દેસાઈને પણ લેખિતમાં અરજી 29/11/2023 ના રોજ કરવામાં આવી હતી.
 6. મંદિરની માલિકીની જગ્યામાં ગેરકાયદેસર સો મિલના લાઈસન્સ રદ કરવા અને કાયદેસરની ફરિયાદ કરવા માટે પર્યાવરણ મંત્રી મૂળુ  દેસાઈને અરજી કરવામાં આવી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો