અમદાવાદ/ ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વખત ડિગ્રીનું ઇન્ટરલાઈજેશન કરવા જઈ રહી છે.આવું કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 41 1 ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

@અનિતા પરમાર 

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પ્રથમ વખત ડિગ્રીનું ઇન્ટરલાઈજેશન કરવા જઈ રહી છે.આવું કરનાર દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે.વિદેશી યુનિવર્સિટી સાથે ડ્યુઅલ ડીગ્રી, ટ્વીન ડિગ્રી તથા ક્રેડિટ ટ્રાન્સફરની સુલભતા ગુજરાત યુનિવર્સિટી પ્રદાન કરશે.ટૂંકમાં દરેક ડિગ્રી સાથે બેચલર ઓફ સાયન્સ એટલે કે BS ડિગ્રી આપશે.

ગુજરાત યુનિવર્સિટી દરેક વિષયમાં હવે બેચલર ઓફ સાયન્સ એટલે કે BS ની ડીગ્રી આપશે.વિદેશી યુનિવર્સિટી સાથે ડિગ્રીમાં એકસૂત્રતા લાવવા માટે થઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ નવીન પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે ગુજરાત યુનિવર્સિટી વિદેશી યુનિવર્સિટીઓ સાથે  MOU પણ કરશે.હાલ તસ્માંનીયા અને ઓસ્ટ્રેલિયા સાથે ગુજરાત  યુનિવર્સીટીની  વાતચીત ચાલુ છે સરળ ભાષામાં કહીએ વિદેશી યુનિવર્સિટી સાથે ભારતીય ડિગ્રી માં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે નો આ પ્રયત્ન છે.

ગુજરાત યુનિવર્સિટી એ કરેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ઘણા ફાયદા થવાના છે જેમાં જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ચાર વર્ષના બીએસ ના કોર્સ બાદ પીજી માત્ર એક વર્ષમાં થઈ શકશે. વિધાર્થીને ત્રણ વર્ષે ગ્રેજ્યુએટ ડિગ્રી અને ચાર વર્ષે ઓનર્સ અથવા તો રિસર્ચ ડિગ્રી મળસે.. આવું કરનાર દેશ ની પ્રથમ યુનિવર્સિટી બનશે.

ઉદાહરણ  તરીકે ..જે વિદ્યાર્થીઓ BA, BCoM, BSC, BCA, BBA કરશે તે કોઈ પણ ફેકલ્ટી માં BS તેમજ BS honours ની ડીગ્રી મેળવી શકશે.જેમ કે (BS) BA..(BS) bcom…(Bs)BCA…(Bs)BBA..(BS) BsC ..etc

અત્યારે હાલ જે BS નો પ્રયોગ થઈ રહ્યો છે તે બીએ, બીકોમ, બી એસસી, બી વોક નાં સ્તરે બે લેવલ આપવામાં આવશે.જેમાં વિદ્યાર્થી ત્રણ વર્ષ પૂર્ણ કરે તેને ગ્રેજ્યુએશનની ડિગ્રી… અને વિદ્યાર્થી ચાર વર્ષ પૂર્ણ કરે તેને ઓનર્સ / રિસર્ચ ડિગ્રી પ્રાપ્ત થશે.નવી શિક્ષણ નીતિ 2020 ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.. જેનો અમલ આગામી શૈક્ષણિક સત્ર જૂન 2024 થી થશે. હવે આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો BS માટે અપ્લય કરવા ઈચ્છતી કોલેજો ગુજ યુનિવર્સિટીનો સંપર્ક કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત