આપઘાત/ સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાછળની જાળી ઝાંખરામાંથી બે દિવસ પહેલા બે યુવતીઓએ આપઘાત કરી લીધો હતો.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 11 2 સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત...

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાછળની જાળી ઝાંખરામાંથી બે દિવસ પહેલા બે યુવતીઓએ આપઘાત કરી લીધો હતો.જ્યારે આજે તે જ જગ્યા પર બે યુવાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.બનેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે તપાસ કરતા બે દિવસ પહેલા આપઘાત કરેલ યુવતીઓ અને આજે આપઘાત કરેલ બંને  યુવાનો એક બીજાને પ્રેમ કરતા હતા.પ્રેમિકાઓએ આપઘાત કરી લેતા પ્રેમીઓએ પણ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.

સુરતમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આવ્યો હતો..બે દિવસ પહેલા બે પ્રેમિકાઓના આપઘાત બાદ પ્રેમીઓએ પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.સુરતના અલથાણ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાછળ ઝાળી ઝાંખરામાં બે યુવાનો ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યા છે તેવી જાણકારી પોલીસને મળી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં જઈ જોતા બે યુવાનો ગળે ફાંસો ખાધેલી હાલત માં લટકી રહ્યા હત.આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે મૃતકના નામ નરેન્દ્ર અને પુષ્કર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.આજ જગ્યા એ બે દિવસ પહેલા બે યુવતીઓ પણ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી જેથી પોલીસે પ્રથમ તે દિશા માં તપાસ શરૂ કરી હતી.

જે મામલે પોલીસે તપાસ શરૂ કરતા બે દિવસ અગાઉ મરનાર બંને યુવતીઓ આ બને મૃતક યુવાનોની પ્રેમિકા જ હતી.તેમણે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જેથી તેમણે પણ યુવતીઓના વિરહમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. મૃતક બંને યુવતીઓ આ બે યુવક સાથે પ્રેમ કરતી હતી જોકે યુવકના પરિવારે લગ્નનીના પાડતા બે યુવતીઓએ આપઘાત કરી લીધા હોવાની વિગતો સામે આવી હતી.જોકે પોતાની પ્રેમિકાએ આપઘાત કરી લીધો છે જેને લઈને આવેશમાં આવેલા આ બંને પ્રેમિકાના પ્રેમીઓ દ્વારા યુવતીઓ એ જે જગ્યા પર આપઘાત કર્યો હતો તે જગ્યાએ જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ ઘટનાને પગલે બને મૃતક યુવકોની લા ને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો