સુરત/ સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

સુરતના વેસુ વિસ્તારમાં મોડેલિંગમાં કામ કરતી તાન્યાએ ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આપઘાત બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 02 20T193504.977 સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના વેસુ વિસ્તારમાં મોડેલિંગમાં કામ કરતી તાન્યાએ ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આપઘાત બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ  તાન્યાની કોલ ડિટેલ્સ તપાસતા ipl પ્લેયર અભિષેક  સાથે વધુ વાતચીત થઈ હોવાથી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો

સુરતમાં 28 વર્ષીય તાન્યા નામની મોડેલિંગ કરતી યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાની શંકા સેવવામાં આવી રહી હતી પોલીસ તપાસમાં તાન્યાની કોલ ડિટેલ્સમાં તે આઈપીએલ પ્લેયર અભિષેકના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે અભિષેક ને પૂછપરછ માટે બોલાવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોડેલ તાન્યાએ છેલ્લો કોલ પણ અભિષેકને જ કર્યો હતો જેથી વેસુ પોલીસે ipl પ્લેયર અભિષેક  ને પૂછપરછ માટે બોલાવ્યો હતો મહત્વનું છે કે 28 વર્ષીય તાન્યાના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું હતું..

મૂળ રાજસ્થાનની તાન્યાએ છેલ્લા ઘણા સમયથી મોડેલિંગમાં ઝંપલાવ્યું હતું અને તેમની સારી એવી નામના પણ હતી જેથી તાન્યાના સંપર્કમાં ipl પ્લેયર અભિષેકને પણ આવ્યો હતો અને અભિષેકની સતત વાતચીત થતી હતી જેથી તાન્યના આપઘાત બાદ પોલીસે તેમની કોલ ડિટેલ્સ તપાસી હતી એમાં પણ અભિષેક સાથે વધુ વાતચીત થતી હોવાની માહિતી મળી હતી.તેથી પોલીસે તાત્કાલિક જ અભિષેકને પૂછપરછ માટે વેસુ પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. જ્યાં તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી જોકે સાનિયાના આપઘાત કરવા પાછળનું કારણ શું છે તે તો પોલીસ તપાસ બાદ જ માલૂમ પડશે.

જોકે પોલીસ હાલ તાન્યાના કોલ ડીટેલ્સ પર કામગીરી કરી રહી છે અને આગામી સમયમાં પણ તાન્યાના ફૂલ ડિટેલ્સ માંથી અનેક રાજ બહાર આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે વેસુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લોકસભા ચૂંટણી પહેલા આધાર કાર્ડ કેમ કરવામાં આવી રહ્યા નિષ્ક્રિય? સીએમ મમતાએ પીએમ મોદીને લખ્યો પત્ર

આ પણ વાંચો:અખિલેશે કોંગ્રેસને ઓફર કરી 17 સીટો, કોંગ્રેસના જવાબ બાદ આગળનો રસ્તો થશે નક્કી

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ કહ્યું- અમેઠીમાં હાજર છું, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માર્યો ટોણો, કહ્યું- સ્વાગત માટે પ્રતાપગઢ અને સુલતાનપુરથી લોકોને લાવવા પડ્યા

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધીની બગડી તબિયત, સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ