Not Set/ જીણા હાઉસ પર પાકિસ્તાનનો કોઈ હક નથી : વિદેશ મંત્રાલય

મુંબઈનું જીણા હાઉસ હવે સરકારની માલિકીનું થશે. સરકાર જીણા હાઉસને રિનોવેટ કરશે જેથી વિવિધ મહત્વનાં કાર્યક્રમોનું અહી આયોજન કરી શકાય. પાકિસ્તાનનાં સંસ્થાપક મોહમ્મદઅલી જીણાનું મુંબઈનું દરિયા સામેનું વિશાળ ઘર હવે ઇન્ટરનેશનલ પ્રતિનિધિ મંડળોની મીટીંગ માટે કામ આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ બાબતે વિદેશ મંત્રાલયને આદેશ આપી દેવામાં આવ્યા છે. મીનીસ્ટ્રી પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું […]

Top Stories India
raveeshkumar 1518195042 જીણા હાઉસ પર પાકિસ્તાનનો કોઈ હક નથી : વિદેશ મંત્રાલય

મુંબઈનું જીણા હાઉસ હવે સરકારની માલિકીનું થશે. સરકાર જીણા હાઉસને રિનોવેટ કરશે જેથી વિવિધ મહત્વનાં કાર્યક્રમોનું અહી આયોજન કરી શકાય.

પાકિસ્તાનનાં સંસ્થાપક મોહમ્મદઅલી જીણાનું મુંબઈનું દરિયા સામેનું વિશાળ ઘર હવે ઇન્ટરનેશનલ પ્રતિનિધિ મંડળોની મીટીંગ માટે કામ આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ બાબતે વિદેશ મંત્રાલયને આદેશ આપી દેવામાં આવ્યા છે.

મીનીસ્ટ્રી પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે, પાકિસ્તાનનો જીણા હાઉસ પર કોઈ હક નથી. આ ભારત સરકારની માલિકીનું છે અને પાકિસ્તાન આનાં માટે ક્લેમ કરી શકે નહી. એકવાર આ બિલ્ડીંગ રિનોવેટ થઇ જશે પછી એનો ઉપયોગ દિલ્લીના હૈદરાબાદ હાઉસની જેમ કરવામાં આવશે.

નવી દિલ્લીમાં આવેલાં હૈદરાબાદ હાઉસમાં જે સુવિધાઓ છે એવી જ રીતે જીણા હાઉસને પણ વિકસિત કરીને નવું સ્વરૂપ આપવાની અને એની ફરીથી રચના કરવાનો આદેશ PMO થી એમને મળ્યો છે. આ સાથે જ જીણા હાઉસને વિદેશ મંત્રાલયને સોપવાની મંજુરી પણ PMO દ્વારા આપી દેવામાં આવી છે.