Not Set/ દેશની સૌથી ઝડપી ટ્રેનના ટ્રાયલ દરમ્યાન જ થયો પથ્થરમારો

દેશની પ્રથમ એન્જીન રહિત ટ્રેન૧૮ને ૨૯ ડીસેમ્બરના રોજ વડાપ્રધાન લીલી ઝંડી બતાવવાના છે. આ ટ્રેન દિલ્લી અને વારાણસીની વચ્ચે દોડશે. સાથે જ શતાબ્દી ટ્રેનની જગ્યાએ આ ટ્રેનને ચલાવવામાં આવશે. Train 18 was pelted with stones during trial run between Agra and New Delhi, earlier today. It is scheduled to be flagged off by Prime Minister Narendra […]

Top Stories India Trending
rain દેશની સૌથી ઝડપી ટ્રેનના ટ્રાયલ દરમ્યાન જ થયો પથ્થરમારો

દેશની પ્રથમ એન્જીન રહિત ટ્રેન૧૮ને ૨૯ ડીસેમ્બરના રોજ વડાપ્રધાન લીલી ઝંડી બતાવવાના છે. આ ટ્રેન દિલ્લી અને વારાણસીની વચ્ચે દોડશે. સાથે જ શતાબ્દી ટ્રેનની જગ્યાએ આ ટ્રેનને ચલાવવામાં આવશે.

પરંતુ હજુ આ ટ્રેન પાટા પર દોડતી થાય તે પહેલા જ તેને પથ્થરમારાનો સામનો કરવો પડ્યો છે. આગ્રા અને દિલ્લી વચ્ચે જયારે ટ્રાયલ રન માટે આ ટ્રેન દોડાવવામાં આવી હતી ત્યારે કેટલાક લોકોએ ટ્રેન પર પથ્થર ફેંકીને કાચ તોડી દીધા હતા.

આઈસીએફ ચેન્નાઈ દ્વારા આ ટ્રેનના નિર્માણનો કુલ ખર્ચ ૧૦૦ કરોડ રૂપિયા થયો છે. ભારતની સૌથી વધારે ઝડપી ચાલનારી આ ટ્રેન છે.

આ છે ટ્રેનની ખાસિયત 

સુત્રો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે નવી દિલ્લીથી તમે સવારે ૬ વાગ્યે આ ટ્રેનમાં બેસશો તો બપોરે ૨ વાગ્યે તમે વારાણસી પહોચી જશો.

તો બીજી તરફ ૨:૩૦ વાગ્યે વારાણસીથી બેસશો તો રાત્રે ૧૦:૩૦ વગરે નવી દિલ્લી પહોચી જશો.

તમને ટ્રેન વિશે જણાવીએ તો આ ટ્રેનમાં વિશેષ ડબ્બા હશે જેમાં ૫૨ સીટ હશે. બાકીના ડબ્બામાં ૭૮ સીટ હશે.

ટ્રેનના કોચ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવ્યા છે જેથી એકંદરે ટ્રેનના કોચ ઘણા હલકા છે.

ટ્રેનમાં વાઈ-ફાઈની સગવડતા ઉપરાંત એલઈડી લાઈટ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ જેવા ફીચર પણ શામેલ છે.

ટ્રેન૧૮નું સફળ પરીક્ષણ બાદ ભારતના રેલ્વે મંત્રી પીયુષ ગોયેલે આવી બીજી ચાર ટ્રેન બનાવવા માટેના આદેશ આપ્યા છે.

ટ્રેનનું આવું નામ સાંભળીને તમને વિચાર આવશે કે શા માટે આવું નામ રાખવામાં આવ્યું છે. આ ટ્રેન વર્ષ ૨૦૧૮માં બની છે તેને લઈને ટ્રેન ૧૮ નામ પસંદ કરવામાં આવ્યું છે.

ભારતીય રેલ્વેની આ પ્રથમ ટ્રેન છે જે મેટ્રો જેવી જ છે. આ ટ્રેનમાં એન્જીન નથી પણ પ્રથમ અને અંતિમ કોચમાં જ આ ટ્રેનને ચલાવવાની ગોઠવણ કરેલી છે.