Surendranagar/ અંનૈતિક સંબધોમાં સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારનો માળો થયો વેર વિખેર

રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ આધેડ પર ત્રિક્ષણ હથીયારો ના ઘા મારી સાગરભાઇનું ઢીમ ઢાળી દીધુ હતુ અને ફરાર થયા હતા. સવારે જયારે મરણ જનાર સાગરભાઇનો પુત્ર મહેશ ગંગાનગર આવ્યો ત્યારે

Top Stories Gujarat Others
popular 8 અંનૈતિક સંબધોમાં સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારનો માળો થયો વેર વિખેર

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ-સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુન્હાખોરી અટકવાનું નામ નથી લઇ રહી. જીલ્લામાં રોજ કોઇને કોઇ ગુન્હો બનતો હોઇ છે અને પોલીસ અને આરોપીઓ જાણે સંતા કુકડી રમતા હોઇ તેમ પ્રજાને લાગી રહયુ છે. શહેરનાં ગંગાનગર વિસ્તારમાં રાતના સંમયે આધેડ ગરમીથી બચવા બાહાર ખાટલો ઢાળી સુતા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ આધેડ પર ત્રિક્ષણ હથીયારોના ઘા મારી ઘટના સ્થળે મોત નિપજાવી ફરાર થી ગયા હતા.

પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી મર્ડરની ગુથ્થી ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસ તપાસમા જર જોરૂ અને જમીન જેવી વિગત સામે આવી હતી અને સગી ભાભી સાથે દિયરને અનૈતિક સંબંધો હોઇ ભાભીએ જ રાતના દિયરનુ છરીના ઘા મારી હત્યા કર્યાની કબુલાત આપતા પોલીસે હત્યારી ભાભીની અટક કરી પુછપરછ હાથ ધરી હતી

શહેરના ગંગાનગર વિસ્તારમાં સાગરભાઇ સાંતલપરા ઉ.વર્ષ 41 રહે છે અને ખેત મજુરી કરી ગુજરાન ચલાવે છે ને તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સાગરભાઇ અને કુંટુબના સભ્યો ખમીસણા ગામે માતાજીનો માંડવો હોઇ પ્રંસાદ લેવા બધા જ સભ્યો ખમીસણા ગયા હતા.ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન, અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત શહેરના ગંગાનગરમાં આવી ગયા હતા અને સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસણા ગામે રોકાઇ ગયો હતો અને સાગરભાઇ રાતના ઘરના ફળીયામાં ખાટલો ઢાળી સુતા હતા.

ત્યારે રાતના સંમયે કોઇ અજાણ્યા શખ્સોએ આધેડ પર ત્રિક્ષણ હથીયારો ના ઘા મારી સાગરભાઇનું ઢીમ ઢાળી દીધુ હતુ અને ફરાર થયા હતા. સવારે જયારે મરણ જનાર સાગરભાઇનો પુત્ર મહેશ ગંગાનગર આવ્યો ત્યારે સુતેલા પિતાને જગાડવા ગયો ત્યારે સાગરભાઇની લાશ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં પડી હતી.  જેથી દેકારો બોલી જતા આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. અને પુત્ર મહેશે શહેરના એ. ડીવીઝન પોલીસને જાણ કરતા સીટી પી.આઇ. એલ.સી.બી. એસ.ઓ.જી. સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પોહોચીયો હતો.  અને તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં આધેડનું મોડી રાતના કોઇ અજાણ્યા શખ્સોએ આધેડ પર ત્રિક્ષણ હથીયારો ના ઘા મારી સાખરભાઇનું મર્ડર કરીને ફરાર થયા હોઇ તેમ જણાતું હતુ.

પોલીસે લાશનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ લોકો અને સાગરભાઇને કોઇની સાથે દુશમનાવટ હતી કે આ પ્રકરણમાં કોઇ અન્ય કારણ છે તે જાણવા ખાનગી બાતમીદારોને કામે લગાડી તપાસ આરંભી હતી અને ઘટના સ્થળે ડોગ સ્કોવડ અને ફીગર પ્રિન્ટ નિષ્ણાતોને બોલાવી તપાસ હાથ ધરી હતી. પરંતુ હાલ શહેરના ભરચક વિસ્તારમાં ઘરના ફળીયામાં ખાટલો ઢાળી સુતેલા આધેડનું મર્ડર થતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.  પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

ત્યારે પોલીસને જાણવા મળ્યુ હતુ કે આ મર્ડર પાછળ કોઇ નજીકનું જ હોઇ શકે જેથી પોલીસે શંકાના ડાયરામાં આવેલ લોકોની આગવી ઢબે પુછપરછ કરતા સાગરભાઇની સગી વિધવા ભાભી એ જ તેના દેયરનું ઢીમ ઢાળી દીધાની કબુલાત કરી  હતી. પોલીસે હત્યાના આરોપી કસ્તુરીબેન કે જેવો વિધવા હોઇ અને તેમના દિયર મરણ જનાર સાગરભાઇની પત્ની પણ ઘણા વર્ષો પહેલા મૃત્યુ પામી હતી.

આથી બન્ને વચ્ચે પ્રેમ સંબધ હોઇ અંનૈતિક સંબધો હતા.  પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોઇ કસ્તુરીબેન એ સંબધો રાખવાની સાગરભાઇને ના પાડવા છતા તેઓ પરાણે સંબંધો રાખતા હતા જેથી રાતના સંમયે સાગરભાઇ બાહાર ખાટલામાં સુતા હતા ત્યારે આરોપી ભાભી કસ્તુરીબેન એ છરીના ઘા મારી હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસે અટક કરી હતી અને કોરોના રીપોર્ટ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અંનૈતિક સંબધોમાં સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારનો માળો વેર વિખેર થઇ ગયો છે.  એક ગુજરાતી કહેવત મુજબ કાયમ ” જર જોરૂ અને જમીન એ ત્રણ કજીયાના છોરૂ એ કહેવત આ કેસમાં સાર્થક બની છે.