T20WC2024/ બુમરા-હાર્દિક સામે ઘૂંટણિયે પડ્યું પાક., સળંગ બીજો પરાજય

ટી20 વર્લ્ડ કપમાં લો સ્કોરિંગ મેચમાં ભારતના 119 રનના જવાબમાં પાકે. 20 ઓવરના અંતે 7 વિકેટે 113 રન નોંધાવતા વર્લ્ડ કપમાં પાક.નો સળંગ બીજી મેચમાં પરાજય થયો હતો.

Trending Top Stories Breaking News Sports

T20WC2024: એક ગુજરાતી પાક.ને પીએમ બનીને હંફાવે છે તો બીજા ત્રણ ગુજરાતીએ પાકને અમેરિકામાં ચાલતા ટી20 વર્લ્ડ કપમાં ઘૂંટણિયે પાડી દીધુ હતુ અને ભારતને છ રને જ્વલંત વિજય અપાવ્યો હતો. ભારત પાક સામે ટી-20 વર્લ્ડ કપમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું ત્યારે લાગતું હતું કે હવે આ મેચ તો સરળતાથી પાકિસ્તાન જીતી જશે. પણ બુમરા, હાર્દિક પટેલ અને અક્ષર પટેલની ચુસ્ત બોલિંગ સામે પાકિસ્તાન ટસનું મસ થઈ શક્યું ન હતું અને તેના કારણે 20 ઓવર પૂરી રમવા છતાં પણ 120 રનના લક્ષ્યાંક સામે  7 વિકેટે 113 જ રન કરી શક્યું હતું. આમ બે પરાજયના પગલે પાકિસ્તાન સુપર એઇટમાંથી બહાર ફેંકાય તેવી સંભાવના વધી ગઈ છે.

ટી20 વર્લ્ડ કપમાં લો સ્કોરિંગ મેચમાં ભારતના 119 રનના જવાબમાં પાકે. 20 ઓવરના અંતે 7 વિકેટે 113 રન નોંધાવતા વર્લ્ડ કપમાં પાક.નો સળંગ બીજી મેચમાં પરાજય થયો હતો. આ પહેલા પહેલી લીગ મેચમાં અમેરિકાએ તેને હરાવ્યું હતું. (India Vs Pakistan)ભારતના 119 રનના જવાબમાં પાકિસ્તાને ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગના પગલે 20 ઓવરમાં 7 વિકેટે 113 રન કર્યા હતા. પાક.ને જીતવા માટે અંતિમ ઓવરમાં 18 રન કરવાના હતા, પરંતુ તે ફક્ત 11 રન જ કરી શક્યું હતું. આમ પાકનો છ રને પરાજય થયો છે.

19 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 102 રન હતા. હવે પાકિસ્તાને જીતવા માટે 6 બોલમાં 18 રન બનાવવા પડશે જે લગભગ અશક્ય હતા. એવું કહેવું ખોટું નહીં હોય કે ભારતીય બોલરોએ ચમત્કાર કરી બતાવ્યો છે. બુમરાએ નાખેલી 19મી ઓવરમાં ફક્ત ત્રણ રન આવ્યા અને ઇફ્તિખારની વિકેટ આવી. આ સાથે બુમરાએ (Bumrah) મેચમાં 4 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ ઝડપી છે અને હાર્દિક પંડ્યાએ (Hardik Pandya)24 રન આપી બે વિકેટ ઝડપી છે. જ્યારે અક્ષર પટેલે એક વિકેટ ઝડપી હતી. આમ ત્રણ ગુજરાતીઓએ અડધા ઉપરાંતની પાક. ટીમને ઓલઆઉટ કરી નાખી હતી.

આ પહેલાં ન્યૂયોર્કના નાસાઉ સ્ટેડિયમમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 119 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાનને હવે 120 રનનો ટાર્ગેટ છે. ભારત તરફથી રિષભ પંતે 31 બોલમાં સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 04, રોહિત શર્મા 13, સૂર્યકુમાર યાદવ 07, શિવમ દુબે 03 અને રવિન્દ્ર જાડેજા શૂન્ય રને આઉટ થયા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરને બે સફળતા મળી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની શાનદાર મેચ રમાવાની છે. આ મેચ માટે બંને ટીમ ન્યૂયોર્કમાં સખત મહેનત કરી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ મેચ દરમિયાન વરસાદનું વિધ્ન જોવા મળ્યું હતું.

પાકિસ્તાન સામે ભારતની બહુ ગવાતી બેટિંગ લાઇનઅપ 19 ઓવરમાં 119 રનમાં ખખડી ગઈ હતી. ભારતની ટીમમાંથી રિષભ પંતને બાદ કરતાં બાકીના બેટ્સમેનો રીતસર પાકના બોલિંગ આક્રમણ સામે સંઘર્ષ કરતાં જોવા મળ્યા હતા.પાક તરફથી નસીમ શાહ અને મોહમ્મદ આમિરે 3-3 વિકેટ ઝડપી ભારતીય બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી.

 ભારતે વીસ રન પૂરાં કરતા સુધીમાં તો બંને ઓપનર વિરાટ કોહલી અને રોહિત શર્માને ગુમાવી દીધા હતા. આના પગલે ભારત બહુ મોટો સ્કોર કરી નહીં શકે તે સુનિશ્ચિત થઈ ગયું હતું. તેના પછી અક્ષર પટેલ અને રિષભ પંતની ત્રીજી વિકેટની 39 રનની ભાગીદારીએ ભારતીય બેટિંગ લાઇનઅપને સ્થિરતા આપતા તે 20 ઓવરમાં 160 રન કરી શકે તેવી સંભાવના લાગતી હતી, પરંતુ આ ભાગીદારી તૂટ્યા બાદ ભારતે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.

અક્ષર પટેલ પણ ત્રીજી વિકેટના સ્વરૂપમાં આઉટ થયો હતો. તેમા પણ સૂર્યકુમાર યાદવનો પાક સામે ફ્લોપ શો જારી રહ્યો હતો. સૂર્યકુમાર યાદવ 8 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદ આમિરે હરિસ રઉફના બોલ પર સૂર્યકુમાર યાદવને કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે, પાકિસ્તાન સામે T20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ યથાવત રહ્યું. આંકડા દર્શાવે છે કે પાકિસ્તાન સામે T20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન સામે T20 ફોર્મેટમાં અનુક્રમે 11, 18, 13, 15 અને 7 રન બનાવ્યા છે. આ રીતે સૂર્યકુમાર યાદવ પાકિસ્તાન વિરૂદ્ધ T20 મેચની 5 ઇનિંગ્સમાં માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. જો કે હાલમાં આ ભારતીય બેટ્સમેન ICC T20 રેન્કિંગમાં ટોપ પર છે. સૂર્યકુમાર યાદવે તાજેતરમાં IPLમાં ઘણી સારી ઇનિંગ્સ રમી હતી, પરંતુ હવે તે પાકિસ્તાન સામે સસ્તામાં આઉટ થયો હતો. T20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર યાદવનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત નથી.

પંત હતો ત્યાં સુધી ભારતને સન્માનજનક સ્કોરની આશા હતી, પરંતુ 96 રનના સ્કોરે તે આઉટ થતાં અને તે જ સ્કોરે ભારતે જાડેજાની વિકેટ ગુમાવતા સન્માનજનક સ્કોરની આશા ઠગારી નીવડી હતી. હવે ભારતનો બધો આધાર બોલિંગ આક્રમણ પર છે.

ભારત આ ટીમો સામે રમશે…

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે તેના T20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત શાનદાર શૈલીમાં કરી હતી. ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું. જો કે આજે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને છે. આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, અમેરિકા અને કેનેડા સામેલ છે. આ પછી સુપર-8 રાઉન્ડની મેચો રમાશે. અત્યારે ભારતના ગ્રુપમાં અમેરિકા ટોપ પર છે. અમેરિકાના 2 મેચમાં 4 પોઈન્ટ છે. ભારતીય ટીમ 1 મેચમાં 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ISIS તરફથી મળી હતી ધમકી, હવે ભારત-પાક મેચમાં ભારતીય ખેલાડીઓને મળશે રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનો જોરદાર જીત, યુગાન્ડા 39 રનમાં ઓલઆઉટ

આ પણ વાંચો: આ 5 ભારતીય ક્રિકેટરો પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

આ પણ વાંચો: નેધરલેન્ડ સામે અપસેટથી બચવા માંગશે દક્ષિણ આફ્રિકા, નોર્ટજે પર રહેશે નજર