Cricket Match/ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન, અમિત શાહે કહ્યું- અમદાવાદ બનશે સ્પોર્ટસ સિટી

મોટેરા સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ અપાયું

Top Stories Ahmedabad Gujarat Trending
a 334 વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન, અમિત શાહે કહ્યું- અમદાવાદ બનશે સ્પોર્ટસ સિટી

24 ફેબ્રુઆરી 2021 બુધવારનો દિવસ ક્રિકેટ ઇતિહાસનાં પાનામાં નોંધવા જઈ રહ્યો છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પિંક બોલ ટેસ્ટ થશે. 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આ મેચ રમવાની સાથે જ આંતરરાષ્ટ્રીય મેચ વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં શરૂ થશે.

13 : 42 

મેલબર્ન વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ ગણાતુ હતું પણ 1 લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા વાળુ આ સ્ટેડીયમ હવે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ બની ગયું :રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ

ભારતે જે રીતે ક્રિકેટમાં નામના મેળવી છે તે રીતે અન્ય રમતોમાં પણ નામના મેળવશે:રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ

ઈગ્લેન્ડ સાથેની ટેસ્ટમેચ સાથે આ સ્ટેડીયમનો પ્રારંભ થશે. ભારતને પાવરહાઉસ ઓફ ક્રિકેટ કહેવાયું છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ

આર્થિક તંગી હોવા છતા સંઘર્ષ કરીને અનેક ખેલાડીઓ નામના મેળવી છે. જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ અમદાવાદથી જાણીતા બન્યા છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ

મલ્ટી સ્પોર્ટસ એન્કલેવ બનશે. એશિયાડ જેવી સ્પર્ધાઓ યોજી શકાશે, સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલ અમદાવાદને રમતગમત ક્ષેત્રે નામના અપાવશે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ

13 : 40 

કેવડિયામાં બનાવેલ સરદારના સ્ટેચ્યુને જોવા તાજમહેલ કરતા વધુ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલનો ભાગ હોવાનું જણાવતા અમિત શાહે કહ્યું કે તમારે જે સ્થળે પહોચવામાં તકલીફ પડી છે તે તકલીફ ના પડે તેના માટે નરેન્દ્ર મોદી પ્રયાસ કરી રહ્યાં છે.

ગૃહ પ્રધાન  અમિત શાહે  ગણાવી સ્ટેડિયમની લાક્ષણિકતાઓ

ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી કે અમે અહીં એવી સુવિધા બનાવી છે કે 6 મહિનામાં ઓલિમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ રમતનું આયોજન કરી શકે છે. અમદાવાદ હવે સ્પોર્ટસ સિટી તરીકે ઓળખાશે. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સપનું જોયું હતું, જે હવે પૂરું થયું છે.

નવું સ્ટેડિયમ વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ ટેક સ્ટેડિયમ તરીકે વિકસિત થયું છે. અમિત શાહે જાહેરાત કરી હતી કે આ સ્ટેડિયમ સાથે લગભગ 600 શાળાઓ જોડવામાં આવશે, તમામ શાળાઓના બાળકોને અહીં લાવવામાં આવશે અને રમવાનો મોકો આપવામાં આવશે.

અમિત શાહે કહ્યું કે તેમના કાર્યકાળમાં કોંગ્રેસે સરદાર પટેલને ભૂલી જવાનું કામ કર્યું, પરંતુ નરેન્દ્ર મોદીએ એવું કામ કર્યું જે સદીઓથી સરદાર પટેલનું નામ ભૂંસી ન શકે. ગૃહમંત્રીએ કહ્યું કે આ તે બધા લોકોનો જવાબ છે જેઓ તેમના પરિવારોમાં બંધાયેલા છે.

13:20

નરેન્દ્ર ભાઈની ઈચ્છા હતી કે, સેનામાં અને રમતગમત ક્ષેત્રે ગુજરાતીઓ મોખરે હોવા જોઈએ: અમિત શાહ

એક સમય હતો જ્યારે સેનાની ભરતીમાં ગુજરાતનો કવોટા ખાલી જતો હતો પરંતુ હવે સમય બદલાયો છે. સેનાની ભરતીમાં ગુજરાતનો ક્વોટા ખાલી નથી જતો. રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતીઓ મોખરે પહોચી રહ્યાં છે: અમિત શાહ

2,48,714 ચોરસ મીટર જેટલા મોટા સ્ટેડીયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ આપવામાં ગૌરવ અનુભવાય છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમમાં 11 પીચ છે. 4 ડ્રેસિગ રૂમ છે: અમિત શાહ

વરસાદ આવે તો  અડધા કલાકના અંતરાર બાદ મેચ રમી શકાશે. અહીયા આધુનિક સવલતો છે.  સરદાર સ્પોર્ટસ એન્કલવ કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમત રમાતી હશે તે વિશ્વકક્ષાની હશે. સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલનો આ ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ છે: અમિત શાહ

13: 15

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નામ હવે બદલી દેવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકે ઓળખાશે.આ પહેલું એવું સ્ટેડિયમ કે ઇમારત હશે જેને પીએમ મોદીનું નામ આપવામાં આવ્યું છે.

મોટેરા સ્ટેડિયમનું નામ બદલાયું, હવે કહેવાશે 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' | Gujarat News in Gujarati

12 : 50 કિરણ રિજ્જુ

કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જુએ પ્રાસંગીક સંબોધન કરતા કહ્યું કે, દેશભરમાં ખાનગી કે સરકારી સંસ્થા ફિટ ઈન્ડિયાનો માહોલ બનાવ્યો છે. ગુજરાત સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા પ્રયાસ કર્યા છે. ખેલો ઈન્ડિયાને કારણે ગુજરાત ટોપ 5માં છે. ગુજરાતે પોતાની માન્યતા બદલી નાખી છે. અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છે.

કિરણ રિજ્જુ, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, પ્રદીપ સિંહ જાડેજા સહિત નેતાઓની ઉપસ્થિતિ.

12 : 30 નિતીન પટેલ

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે સંબોધન કરતા કહ્યું કે, ગુજરાત માટે એવુ કહેવાતુ હતુ કે ગુજરાતઓ રમત ગમતમાં રસ નથી તેમને માત્ર ધંધા રોજગાર અને રૂપિયા કમાવવામાં જ રસ હોય છે. પણ આ વાત ખોટી પૂરવાર થઈ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયે નિર્ણય કર્યો કે વિશ્વનું સૌથી મોટુ સ્ટેડીયમ બનાવવુ. નરેન્દ્રભાઈને નાની વાતમાં રસ નથી. વિશ્વમાં સૌથી મોટુ બનાવવામાં રસ છે. પછી એ સ્ટેડીયમ હોય કે સરદારનુ સ્ટેચ્યુ.સરદાર પટેલ સ્ટેડીયમ પાસે આકાર પામી રહેલા સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલવ પણ સરદાર પટેલ સ્ટેડીયમની માફક જ વિશ્વનું અગ્રીમ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે કહ્યું કે, ગુજરાતના લોકો સ્પોર્ટસમાં પણ આગળ પડતા રહેશે અને ભારતનુ નામ રોશન કરશે.

મોટેરા સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે થોડીવારમાં થશે ઉદ્ધાટન, સરદાર વલ્લભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું પણ કર્યું ભૂમિપૂજન

ગૃહ મંત્રી અમિત શાહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉદ્ઘાટન  મોટેરા સ્ટેડિયમ પહોંચી ચુક્યા છે.

IND v ENG 3rd Test Match Live: અમિત શાહ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ખુલ્લુ મૂક્યું મોટેેરા સ્ટેડિયમ

હવે ઓસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ નહીં પરંતુ ભારતનું સરદાર પટેલ (મોટેરા) દર્શક ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની જશે. અમદાવાદના સાબરમતીમાં સ્થિત આ સ્ટેડિયમ નવી સજાવટ અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 24 ફેબ્રુઆરીએ અહીં ઉપસ્થિત રહેશે જ્યારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ તેનું ઉદ્ઘાટન કરશે.

motera stadium વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન, અમિત શાહે કહ્યું- અમદાવાદ બનશે સ્પોર્ટસ સિટી

મોટેરા વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ

મોટેરા તરીકે ઓળખાતું આ સ્ટેડિયમ હવે સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે જાણીતું બનશે. 63 એકરમાં બનેલા આ સ્ટેડિયમમાં એક સાથે કુલ 1 લાખ 10 હજાર લોકોની બેસવાની ક્ષમતા છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન સૌથી મોટા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે જ્યાં 90 હજાર લોકો એકસાથે સાથે બેસી શકે છે.

તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્ટેડિયમ બનાવવા માટે આશરે 800 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ સ્ટેડિયમમાં લાલ અને કાળી માટીથી તૈયાર કરવામાં અવાયું છે. આ સ્ટેડિયમમાં 11 સેન્ટર પિચો છે. જો કે, આ પરીક્ષણ મેચની પિચ કયો રંગ બતાવશે તે જાણી શકાયું નથી. હંમેશાં કેમેરાની ઝગઝગાટથી દૂર રહેનારા બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ ટૂર ગાઇડ તરીકે મંગળવારે પહેલીવાર મીડિયા સાથે વાત કરતા સ્ટેડિયમની ખાસિયતો બતાવી રહ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે મંગળવારના રોજ આવી પહ્યાં હતા. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન તો ગત વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત કાર્યક્રમની સાથે જ થઈ ગયું હતુ.