INDvENG/ નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

ઇંગ્લેન્ડે ટોસ જીતીને કેપ્ટન જો રૂટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર થયા છે. જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર ટીમમાં વાપસી કરી છે.

Top Stories Sports
a 335 નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસના થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને કેપ્ટન જો રૂટે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર થયા છે. જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર ટીમમાં વાપસી કરી છે.

ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે,ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઇશાંત શર્મા, જસપ્રિત બુમરાહ.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: ડોમિનિક સિબ્લે, જેક ક્રોલે, જોની બેયરેસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, ઓલી પોપ, બેન ફોક્સ, જોફ્રા આર્ચર, જેક લીચ, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન.

 

આપને જણાવી દઈએ કે, અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમને, નરેન્દ્ર મોદી નામ સાથે જોડી દેવાયુ છે. મોટેરા ખાતે આકાર પામી રહેલા સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલના એક ભાગરૂપે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ઓળખાશે તેવી સ્પષ્ટતા કરતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ભવિષ્યમાં અમદાવાદમાં, તમામ પ્રકારની રમતગમતની વિશ્વકક્ષાની સ્પર્ધા યોજી શકાશે. આવનારા દિવસોમાં અમદાવાદ શહેર સ્પોર્ટસ ક્ષેત્રે પણ નામના મેળવશે.