અમદાવાદ: નાર્કોટિક્સની દાણચોરીના કેસમાં પકડાયેલા જહાજને પોરબંદરના દરિયાકિનારે લાંગરવામાં આવ્યું હતું. આ જહાજનું લંગર (એન્કર) છૂટી જતાં તેમાં રહેલું ઓઈલ લિકેજ જવાની સંભાવના વધી ગઈ હતી. પરંતુ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આ જહાજમાંથી ૨૩૦ કિલોલિટર હાઈસ્પીડ ઓઈલનો જથ્થો સુરક્ષિત રીતે ખાલી કરવામાં આવ્યો હતો.
ભારતીય તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) અને અન્ય સંસાધન સંસ્થાઓના સંયુક્ત ઓપરેશનમાં દરિયામાં નાર્કોટિક્સની દાણચોરી સાથે બિસ્માર હાલતમાં ઝડપાયેલ એમવી હેનરી જહાજમાંથી ઓઇલ દૂર કરવાની કામગીરી સોમવારે સવારે કલાકે શરૂ કરવામાં આવી હતી. સત્તામંડળે આપેલી માહિતી મુજબ, ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થતાં જહાજની હરાજીની પ્રક્રિયામાં આગામી કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત પોરબંદરનાં મેસર્સ ખોડિયાર ટ્રેડિંગને વેચવામાં આવ્યું હતું.
આ જહાજને 14 જુલાઈનાં રોજ 10.00 વાગે પોરબંદરમાં આવતાં જહાજ માટે માર્ગ કરવા કામચલાઉ ધોરણે લંગર લગારવામાં આવ્યું હતું. આ દરમિયાનમાં તેનો એન્કર (લંગર)નો કેબલ છૂટી ગયા પછી જહાજ ઘસડાઈ ગયું હતું અને પોરબંદરનાં દરિયાકિનારાની બહાર જૂની દિવાદાંડીની દક્ષિણ પશ્ચિમે આશરે 400 મીટર દૂર જતું રહ્યું હતું.
જોકે આ જહાજ હલનચલન સાથે સંબંધિત સલામતીનું કોઈ જોખમ ધરાવતું નહોતું, પણ ગુજરાતનાં દરિયાકિનારા પર ઓઇલનાં પ્રદૂષણની શક્યતાનું જોખમ રહેલું હતું, કારણ કે તેમાં આશરે 230 કિલોલિટર હાઈ સ્પીડ ડિઝલ હતું. આ માહિતી મળ્યાં પછી તટરક્ષક દળે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને સ્થિતિને પહોંચી વળવા તેની કુશળતાનો ઝડપથી ઉપયોગ કર્યો હતો.
જેના અંતર્ગત સોમવારે સવારે પૂર્વ મૂલ્યાંકન કરવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ થયો હતો તથા વિશ્લેષણને કારણે તટરક્ષક દળનાં અધિકારીઓએ ઉપકરણ સાથે જહાજમાંથી ઓઇલ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
તાત્કાલિક કોઈ જોખમ ન હોવા છતાં દરિયાકિનારે અને દરિયાઈ પ્રણાલીની સુરક્ષા સુનિશ્ચિત કરવા જહાજમાંથી ડિઝલ બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે આશરે 36થી 48 કલાક ચાલશે.
ભવિષ્યમાં ઊભી થનારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા પોર્ટ ઓથોરિટી સાથે જોડાણમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં દરિયાઈ પ્રદૂષણનું જોખમ ટાળવા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે, કારણ કે તેની બરોબર આસપાસ તેલ લીક થવાનાં કોઈ સંકેત મળ્યાં નથી.
ગુજરાતમાં ભારતીય તટરક્ષક દળે 18 જુલાઈનાં અંત સુધીમાં વાડિનારમાં પોલ્યુશન રિસ્પોન્સ ટીમ (એનડબલ્યુ) સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે, જેથી સૌરાષ્ટ્રનાં દરિયાકિનારે અને ગુજરાતમાં મહત્ત્વપૂર્ણ અખાતોમાં તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી શકાય.