Toolkit Case/ ગ્રેટા થાનબર્ગે દિશા રવિના સમર્થનમાં કર્યું ટ્વીટ, ઉઠાવ્યા આ મુદ્દા

ટૂલકિટ કેસમાં પર્યાવરણીય કાર્યકર દિશા રવિને ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસની માંગ સ્વીકારતી વખતે આ નિર્ણય આપ્યો છે.

Top Stories India
a 247 ગ્રેટા થાનબર્ગે દિશા રવિના સમર્થનમાં કર્યું ટ્વીટ, ઉઠાવ્યા આ મુદ્દા

ટૂલકિટ કેસમાં પર્યાવરણીય કાર્યકર દિશા રવિને ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસની માંગ સ્વીકારતી વખતે આ નિર્ણય આપ્યો છે. આ અંગે આબોહવા કાર્યકર ગ્રેટા થનબર્ગે દિશા રવિને સપોર્ટ આપતા કહ્યું કે લોકશાહીનો મૂળ ભાગ બોલવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું- ભાષણની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ વિરોધ અને જાહેર સભાઓ માનવ અધિકાર છે. આ કોઈપણ લોકશાહીનો મૂળ ભાગ હોવો જોઈએ.

સ્વીડનની રહેવાસી કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે Fridays For Future  તરફથી એક ટ્વીટનો જવાબ આપતા લખ્યું – જેમાં તેણે #StandWithDishaRavi  હેશટેગ કરી છે. આ સંસ્થાની સ્થાપના ગ્રેટા થાનબર્ગ દ્વારા ઓગસ્ટ 2018 માં કરવામાં આવી હતી, જ્યારે તેણી માત્ર 15 વર્ષની હતી.

દિલ્હી કોર્ટે દિશા રવિને 3 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી

પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલીસના વકીલ ઇરફાન અહમદે ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી હતી. અહમદે કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન દિશા પ્રશ્નોના જવાબ આપવામાં આનાકાની કરી રહી છે. અહમદે અદાલતને જણાવ્યું કે, દિલ્હી પોલીસે શાંતનુને નોટિસ પાઠવી છે. દિશાએ શાંતનુ અને નિકિતા જૈકબ પર ઠીકરું ફોડ્યું છે, આ કારણે અમે તેમને સામસામે બેસાડીને પૂછપરછ કરવા ઇચ્છીએ છીએ. પોલીસે શાંતનુને 22 ફેબ્રુઆરીના તેની સામે હાજર થવા કહ્યું છે.

દિશા રવિના વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કેશ ડાયરી રજૂ કરવા માંગ કરી છે. તેમણે દાવો કર્યો કે પોલીસ તરફથી અનેક દાવા કરવામાં આવી રહ્યો છે. અગ્રવાલે ડાયરી સાથે છેડછાડની શક્યતા પણ વ્યક્ત કરી. એડવોકેટ અભિનવ સેખરીએ લીગલ ઇન્ટરવ્યૂની માંગ કરી ત્યારબાદ અદાલતે લોકઅપમાં દિશા રવિને મળવાની પરવાનગી આપી. અદાલતને જણાવવામાં આવ્યું કે, દિશા રવિએ જામીન અરજી આપી છે, જે 20 ફેબ્રુઆરીના સુનાવણી માટે આવશે.

દિલ્હી પોલીસે તેને રાજદ્રોહનો કેસ ગણાવ્યો છે, જ્યારે વિવેચકો કહે છે કે કોઈ પણ સંજોગોમાં સોશિયલ મીડિયા ટૂલકિટ કેસ પર આવી મજબૂરી ચલાવવામાં આવે છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે થનબર્ગે અગાઉ આ ગૂગલ ડોક્યુમેન્ટને ટ્વીટ કર્યું હતું, પરંતુ બાદમાં તેને ડિલીટ કરી દીધું હતું. દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ખેડુતોની ટ્રેક્ટર રેલીમાં હિંસા ફાટી નીકળી હતી. શુક્રવારે ફોર ફ્યુચરએ ટિ્‌વટ કર્યું હતું કે, દિશા આપણા આંદોલનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે માત્ર ભારતમાં પર્યાવરણીય બાબતોમાં પોતાનો અવાજ ઉઠાવી રહી છે, પરંતુ તે દેશના સૌથી અસરગ્રસ્ત અને વંચિત જૂથોને સમાનતા અને ભાગીદારી પૂરી પાડવા માટે પણ સંઘર્ષ કરી રહી છે.