Not Set/ નીતિ આયોગનાં સભ્યનું વિવાદિત નિવેદન, J & K માં ઇન્ટરનેટનો ઉપયોગ ગંદી ફિલ્મો જોવા માટે થાય છે

નીતી આયોગના સભ્ય, વી.કે. સારસ્વતે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પ્રતિબંધને યોગ્ય ઠેરવતા વિવાદિત નિવેદન આપ્યું છે. નીતી આયોગનાં સભ્ય વી.કે. સારસ્વતે શનિવારે દાવો કર્યો હતો કે, કલમ 370 ને નાબૂદ કર્યા પછી, જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પ્રતિબંધને કારણે અર્થવ્યવસ્થા પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ‘ગંદી ફિલ્મો’ જોવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થતો હતો. જણાવી […]

Top Stories India
Niti Aayog નીતિ આયોગનાં સભ્યનું વિવાદિત નિવેદન, J & K માં ઇન્ટરનેટનો ઉપયોગ ગંદી ફિલ્મો જોવા માટે થાય છે

નીતી આયોગના સભ્ય, વી.કે. સારસ્વતે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પ્રતિબંધને યોગ્ય ઠેરવતા વિવાદિત નિવેદન આપ્યું છે. નીતી આયોગનાં સભ્ય વી.કે. સારસ્વતે શનિવારે દાવો કર્યો હતો કે, કલમ 370 ને નાબૂદ કર્યા પછી, જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પ્રતિબંધને કારણે અર્થવ્યવસ્થા પર કોઈ ખાસ અસર જોવા મળી નથી. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ‘ગંદી ફિલ્મો’ જોવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થતો હતો. જણાવી દઇએ કે, ઓગસ્ટમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રાજકારણીઓ કેમ કાશ્મીર જવા ઇચ્છે છે? તેઓ કાશ્મીરમાં દિલ્હીનાં રસ્તાઓમાં થતા વિરોધને રિક્રિએટ કરવા માગે છે. તેઓ વિરોધ પ્રદર્શન માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. કાશ્મીરમાં ઇન્ટરનેટ ન હોય તો શું ફરક પડે છે? તમે ત્યાં ઇન્ટરનેટ પર શું જોશો? શું ત્યાં ઇ-ટેલિંગ થઈ રહ્યું છે? ગંદી મૂવીઝ જોવા સિવાય તમે ત્યાં કંઇ કરતા નથી.

જણાવી દઇએ કે, સારસ્વત ગાંધીનગર સ્થિત ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં વાર્ષીક દિક્ષાંત પ્રસંગે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા, જ્યાં તેઓ મુખ્ય મહેમાન હતા. તેમનો પ્રતિસાદ એ પ્રશ્નનાં જવાબમાં આવ્યો કે જ્યારે તેમને લાગે છે કે ભારતના વિકાસ માટે ટેલિકોમ્યુનિકેશન્સ મહત્વપૂર્ણ છે તો જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કેમ કરવામાં આવી.

ગત વર્ષે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરી દેવામાં આવ્યુ હતુ. આપને જણાવી દઇએ કે, 5 ઓગસ્ટની ઘોષણા બાદથી જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ, લેન્ડલાઇન, મોબાઇલ ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પ્રશાસને શનિવારે ઘાટીમાં પ્રીપેઇડ મોબાઇલ સેવાઓ પરનો પાંચ મહિનાનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.