Not Set/ પુલવામાની પ્રથમ વાર્ષિક તીથી પર પાકિસ્તાનની ના-પાક હરકત, સરહદે ફાયરિંગમાં એકનું મોત

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને શુક્રવારે એક વર્ષ પૂર્ણ થયું. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના એક ગામમાં શુક્રવારે પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ગામનાં એક વ્યક્તિ માર્યો ગયા અને ચાર અન્ય ઘાયલ થયા છે. સેના અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાએ મોર્ટાર મારો ચલાવ્યો હતો અને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું […]

Top Stories India
pakistan loc.jpg1 પુલવામાની પ્રથમ વાર્ષિક તીથી પર પાકિસ્તાનની ના-પાક હરકત, સરહદે ફાયરિંગમાં એકનું મોત

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાને શુક્રવારે એક વર્ષ પૂર્ણ થયું. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના એક ગામમાં શુક્રવારે પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ગામનાં એક વ્યક્તિ માર્યો ગયા અને ચાર અન્ય ઘાયલ થયા છે. સેના અધિકારીઓએ આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાએ મોર્ટાર મારો ચલાવ્યો હતો અને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું, જિલ્લાના શાહપુર અને કરણી વિસ્તારોમાં આવેલા ગામો અને આગળની ચોકીઓને નિશાન બનાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ગામોને લક્ષ્ય બનાવવા માટે 120 મીમીના મોર્ટારનો ઉપયોગ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, આ ગોળીબારમાં ગામનાં એક વ્યકિતનું મોત નિપજ્યું છે અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સરહદ પર તૈનાત ભારતીય સૈનિકોએ યોગ્ય જવાબ આપ્યો, ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગઈ. છેલ્લા સમાચાર મળે ત્યાં સુધી ફાયરિંગ ચાલુ જ હતી.

આપને જણાવી ધઇએ કે, ગત શનિવારે, પાકિસ્તાન સૈન્યએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને નિયંત્રણ રેખા પર જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં નાના શસ્ત્રોથી ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર ચલાવ્યાં હતાં. એક સૈનિક શહીદ થયો હતો અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા.

અધિકારીઓએ કહ્યું હતું કે આગ હેઠળ રહેલા સૈનિકો દેવગઢ સેક્ટરમાં એક એડવાન્સ પોસ્ટ પર તૈનાત હતા. આ પહેલા સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાને બપોરે લગભગ 3.45 વાગ્યે યુદ્ધ વિરામના ઉલ્લંઘનમાં નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું અને મોર્ટાર ચલાવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.