Prajwal Revanna Scandal: કર્ણાટકની હાસન લોકસભા સીટ પરથી JDS સાંસદ પ્રજ્વલ રેવન્ના હજુ પણ ફરાર છે. આ અંગે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ તેમના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને ચેતવણી જારી કરીને શક્ય તેટલી વહેલી તકે ભારત પરત ફરવાનું કહ્યું છે. ભૂતપૂર્વ PM HD દેવગૌડાએ X પર પોસ્ટ કરીને લખ્યું, “મેં પ્રજ્વલ રેવન્નાને ચેતવણી આપી છે કે તેઓ જ્યાં પણ હોય ત્યાંથી તરત જ પાછા ફરે અને અહીંની કાનૂની પ્રક્રિયામાં જોડાય. તેમણે મારી ધીરજની વધુ કસોટી ન કરવી જોઈએ.પૂર્વ પીએમ એચડી દેવગૌડાએ પણ કહ્યું કે જો તેમના પર લાગેલા આરોપો સાચા સાબિત થાય તો તેમને સખતમાં સખત સજા થવી જોઈએ.
પૂર્વ PMએ પ્રજ્વલ રેવન્નાને માય વોર્નિંગ નામનો બે પાનાનો ચેતવણી પત્ર લખ્યો હતો. તે પત્રમાં તેમણે લખ્યું છે કે, “છેલ્લા કેટલાક અઠવાડિયામાં લોકોએ મારી અને મારા પરિવાર વિરુદ્ધ સખત શબ્દોનો ઉપયોગ કર્યો છે. હું લોકોને એ પણ સમજાવી શકતો નથી કે પ્રજ્વલની પ્રવૃત્તિઓ વિશે મને કંઈ ખબર નથી. હું તેમને સમજાવી પણ શકતો નથી કે હું તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી. મને તેમના વિદેશ પ્રવાસ વિશે કંઈ ખબર નહોતી. હું મારા અંતરાત્માની વાત સાંભળવામાં માનું છું. હું ભગવાનમાં માનું છું અને હું જાણું છું કે ભગવાન બધું જ સત્ય જાણે છે.”
આ પણ વાંચો: પુણે પોર્શ કેસમાં સગીર આરોપીના જામીન રદ, જુવેનાઈલ હોમમાં મોકલવાયો, પુખ્ત વયનો ગણવો કે નહિ કોર્ટે લેશે નિર્ણય
આ પણ વાંચો: ગૃહપ્રધાન અમિતશાહ ઉત્તરપ્રદેશમાં અને યોગી આદિત્યનાથ ઓડિશા અને બિહારમાં ચૂંટણી પ્રવાસ પર
આ પણ વાંચો: અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત