Amit shah-Guj/ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ગુજરાતમાં, 1,700 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

હવે કેન્દ્રીય મંત્રી અમિત શાહ 30મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે અને 1,700 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1,707.25 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

Top Stories Gujarat

અમદાવાદઃ આગામી લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં વિકાસકાર્યો હરણફાળ ભરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ છોટાઉદેપુરમાં 5,200 કરોડના વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ કર્યુ હતુ. તેના પછી હવે કેન્દ્રીય મંત્રી અમિત શાહ 30મી સપ્ટેમ્બરે ગુજરાત આવશે અને 1,700 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

કેન્દ્રીય પ્રધાન અમિત શાહ લોકસભા આવતા અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1,707.25 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગૃહપ્રધાન અમિત શાહ 910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશેઅને 262.27 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

વોટર, ડ્રેનેજ, રોડ પ્રોજેક્ટના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા તળાવોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. ગોતા-ગોધાવી કેનાલને રિમોલ્ડ કરી ખુલ્લી કેનાલને બોક્સ બનાવીને ડેવલપ કરવામાં આવશે. આના પગલે નીચે કેનલનું ગંદુ પાણી વહેતું હશે તો ઉપર ગોતાથી ગોધાવીનો સીધો રસ્તો હશે. આ કેનાલ બોક્સ આકારની હશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતને તાજેતરમાં ઇન્ટરસિટી જામનગર-અમદાવાદની વંદે ભારત ટ્રેન મળી ચૂકી છે. આ ઉપરાંત ગાંધીનગરથી મુંબઈની વંદે ભારતને જબરજસ્ત લોકપ્રિયતા મળી છે. તેની સાથે અમદાવાદથી જોધપુરની વંદે ભારતની પણ બંને રાજ્યના લોકોમાં જબરજસ્ત લોકપ્રિયતા છે. આ સિવાય કચ્છના ભુજને દૈનિક ધોરણે અમદાવાદ સાથે જોડી દીધું છે. તેની સાથે અમદાવાદથી ઉદેપુરની ટ્રેન દૈનિક ધોરણે ઉપડે છે. આ સિવાય હવે આગામી સમયમાં અમદાવાદને સાણંદ સાથે જોડતી વંદે ભારત મેટ્રો ટ્રેન પણ શરૂ કરવામાં આવનારી છે.

આમ વિકાસ કાર્યક્રમોની હારમાળા અટકવાની નથી. નર્મદા યોજના દ્વારા ગુજરાતીઓના ઘેરઘેર પાણી પહોંચતું કરવામાં આવ્યું છે. આ સિવાય હવે સાબરમતીમાં પણ પાણી લાવીને અમદાવાદથી છેક માણસા સુધી સાબરમતીનો પટ ભરેલો રાખવાનું સરકારનું આયોજન છે.

 

આ પણ વાંચોઃ Research/ વૈજ્ઞાનિકોએ વધાર્યું ટેન્શન, અન્ય પ્રજાતિઓની જેમ માનવ જાતિ પણ લુપ્ત થશે

આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ 26 વર્ષથી ખાલી છે આ ‘ભૂતિયા ટાવર’, જાણો 49 માળની ઈમારતનું રહસ્ય

આ પણ વાંચોઃ આઘાતજનક!/ ગાઢ નિંદ્રામાં સુતા રહ્યા માતા-પિતા, 6 મહિનાના બાળકને ખાઈ ગયા ઉંદરો અને હવે….

આ પણ વાંચોઃ Lost Countries Of The World/ આ 7 દેશો એક સમયે વિશ્વમાં હતા, હવે તેનો કોઈ ઉલ્લેખ શોધવા પર પણ મળી શકતો નથી,જાણો શું છે કહાણી

આ પણ વાંચોઃ Ajab Gajab News/ પત્નીની ડિલિવરી જોઈને પતિને થઇ ગંભીર બીમારી, હોસ્પિટલ સામે 1 બિલિયન ડૉલરનો કેસ દાખલ