Crime/ અમદાવાદ : સગર્ભા સામે અશ્લીલ ચેનચાળા કરતા યુવક સામે ફરિયાદ

કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તે ગઇકાલે તેના ઘરની બાલ્કનીમાં કપડાં લેવા ગઇ હતી એ દરમિયાન તેની સામેના બ્લોકમાં રહેતો ચેતન તેના ઘરમાં ઊભા રહ્યો હતો. મહિલાને જોઇ ચેતન તેનું પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરી રહ્યો હતો. ચેતનની આવી અશ્લીલ હરકત જોઇ મહિલા ઘરમાં જતી રહી હતી. આવું અનેક વખત બનતા […]

Ahmedabad Gujarat

કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તે ગઇકાલે તેના ઘરની બાલ્કનીમાં કપડાં લેવા ગઇ હતી એ દરમિયાન તેની સામેના બ્લોકમાં રહેતો ચેતન તેના ઘરમાં ઊભા રહ્યો હતો. મહિલાને જોઇ ચેતન તેનું પેન્ટ ઉતારી અશ્લીલ હરકત કરી રહ્યો હતો. ચેતનની આવી અશ્લીલ હરકત જોઇ મહિલા ઘરમાં જતી રહી હતી. આવું અનેક વખત બનતા મહિલાએ તેની જાણ તેના પતિને કરી હતી. જેથી તેનો પતિ પણ બાલ્કનીમાં ગયો હતો. જ્યાં એમણે જોયું તો તેમના ઘરના સામેના બ્લોકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેતન સહિતના લોકો તેમના ઘર તરફ કરી રહ્યા હતા. જેનો વાંધો ઊઠાવતા ચેતન અને તેની પત્ની બીભત્સ ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યારબાદ ચેતનભાઈની પત્નીએ ફરિયાદી મહિલાને ધમકી આપી હતી કે, તને અને તારા પેટમાં રહેલા બાળકને જાનથી મારી નાંખીશ અને ખોટા કેસમાં ફસાવી દઇશ. આમ મહિલાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ ચેતન અને મહિલાના પરિવાર વચ્ચે માથાકૂટ થઇ હતી.

આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ ચેતનની પત્નીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવનાર મહિલા સહિત ત્રણ લોકો સામે એટ્રોસિટી અને મારામારીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેમાં સીસીટીવી કેમેરા ફેરવવા બાબતે તકરારમાં મહિલા સહિતના લોકોએ મારા મારી કરી જાતિ વિષયક શબ્દો બોલ્યાનો આક્ષેપ કર્યો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ