Gujarat News: વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદ (CWG 2030 Ahmedabad) ખાતે સફળતાપૂર્વક થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર, રમતગમત વિભાગ અને સંબંધિત તમામ સંસ્થાઓના સંકલન સાથે ‘ટીમ ગુજરાત’ સંપૂર્ણ (Team Gujarat) સજ્જ બની રહી છે. રાજ્યનો હેતુ માત્ર સફળ આયોજન કરવાનો જ નહીં પરંતુ ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાનો પણ છે.
CWG 2030 Ahmedabad: હર્ષ સંઘવીનો વિશ્વાસ, ગુજરાત વિશ્વસ્તરીય આયોજન માટે તૈયાર
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) ગુજરાત અને દેશના તમામ યુવા ખેલાડીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટેની તૈયારીઓ આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમતની સુવિધાઓ, ખેલાડીઓ માટેની વ્યવસ્થાઓ અને આયોજનના દરેક પાસા પર સતત કામગીરી કરી રહી છે જેથી અમદાવાદ વિશ્વસ્તરીય રમતોત્સવનું સફળ યજમાન બની શકે.

કોમનવેલ્થ ફેડરેશન અને IOAના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે કામગીરી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે કોમનવેલ્થ ફેડરેશન, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) તેમજ રાજ્યના રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. તમામ સંસ્થાઓ વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે, જેથી આયોજનના દરેક તબક્કે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન થઈ શકે.
ગ્લાસગો 2026 બાદ મુખ્યમંત્રીને સુપ્રત કરાયો કોમનવેલ્થ ફ્લેગ
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026ના ક્લોઝિંગ સેરેમની અને ફ્લેગ એક્સચેન્જ કાર્યક્રમ બાદ ગ્લાસગો ડેલિગેશન તેમજ ગુજરાતના એથલીટ્સ અને પેરા-એથલીટ્સે રાજ્યની કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) વિધિવત રીતે કોમનવેલ્થ ફ્લેગ સુપ્રત કર્યો હતો. આ પ્રસંગ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો અને 2030ની ગેમ્સના આયોજન તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

ગુજરાતના ખેલાડીઓ માટે નવી તકો ઉભી થશે
From Glasgow to Ahmedabad, the journey to the 2030 Commonwealth Games has officially begun.
Met Hon’ble CM Shri @Bhupendrapbjp Ji and other ministers, after returning with the Commonwealth Games Flag from Glasgow. The occasion became even more meaningful as we were joined by… pic.twitter.com/rHNbx7urU3
— Harsh Sanghavi (@sanghaviharsh) August 5, 2026
રાજ્ય સરકારનું માનવું છે કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન માત્ર એક આંતરરાષ્ટ્રીય રમતોત્સવ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તેના કારણે ગુજરાતના યુવા ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ, આધુનિક રમતગમતની સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની નવી તકો મળશે. આ આયોજન રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓની સંખ્યા વધારવા વિશેષ યોજના
હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને વધુ સક્રિય બનાવવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્થાનિક યુવા ખેલાડીઓ વધુમાં વધુ સંખ્યામાં આ કેન્દ્રો સાથે જોડાય, તેમને ગુણવત્તાયુક્ત તાલીમ, આધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક માહોલ મળી રહે તે માટે નવી યોજનાઓ ઝડપથી અમલમાં મૂકવામાં આવશે.
રમતગમતના વિકાસને મળશે નવી દિશા
રાજ્ય સરકારનું માનવું છે કે કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન ગુજરાત માટે રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક તક સાબિત થશે. રમતગમતનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ, ખેલાડીઓ માટે તાલીમ અને વિવિધ યોજનાઓના કારણે રાજ્યમાં રમતગમતનો વ્યાપ વધુ વિસ્તરશે. સાથે જ અમદાવાદ અને ગુજરાતને વૈશ્વિક રમતગમતના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે નવી ઓળખ મળશે.
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો સુવર્ણ દિવસ, એક જ દિવસે 16 મેડલ જીતી રચ્યો ઇતિહાસ
આ પણ વાંચો: મુંડન કરાવી તિરુપતિ પહોંચ્યો હાર્દિક પંડ્યા, વેંકટેશ્વર સ્વામીના આશીર્વાદ લીધા
