આશ્રમમાં રખાયો અવધૂત મહારાજનો પાર્થિવ દેહ
આશ્રમમાં અનુયાયીઓના દર્શનાર્થે રખાયો પાર્થિવ દેહ
આજે બારડોલી હરિપુરા ખાતે અંતિમ સંસ્કાર કરાશે
સુરતના રામનગર ખાતે રાષ્ટ્રીય સંત પૂજ્ય વિશ્વનાથ અવધૂત મહારાજ ગતરોજ ૯ ફેબ્રુઆરીના રોજ બ્રહ્મલીન થયા છે.તેમના પાર્થિવ દેહને અનુયાયીઓના દર્શન માટે આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. વિશ્વનાથ અવધૂત મહારાજ અખિલ ભારત સાધુ સમાજના પશ્ચિમ ઝોન ના પ્રમુખ હતા.
આજ રોજ 10 ફેબ્રુઆરી બપોર પછી બારડોલી હરિપુરા ખાતે તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગુજરાતભરમાંથી તેમના અનુયાયીઓ સુરત ખાતે એકત્રિત થઇ રહ્યા છે. પૂજ્ય વિશ્વનાથ અવધૂત મહારાજ દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને “પરસ્પર દેવો ભવ”નું સૂત્ર આપનાર પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજના શિષ્ય હતા. તેમના નિધનથી ભક્તોમાં દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઇ છે.
Strike / આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…
ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો
covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત
major decision / INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
