Strike/ આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

આ કારણે બિલ્ડરો દ્વારા 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

Gujarat Others

  • સિમેન્ટ અને સ્ટીલનાં કૃત્રિમ ભાવવધારાનો વિરોધ
  • ક્રેડાઇ ઇન્ડિયા-ક્રેડાઇ ગુજરાત દ્વારા આયોજન
  • રાજકોટ બિલ્ડર એસો.દ્વારા મળી બેઠક
  • બેઠક બાદ રાજ્યવ્યાપી હડતાળનો લેવાયો નિર્ણય

રાજ્યમાં સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓએ ભાવવધારો કર્યાની આશંકાએ સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારો વિરોધ કરી રહ્યાં છે. જેને લઇને ક્રેડાઇ ઇન્ડિયા અને ક્રેડાઇ ગુજરાત દ્વારા અપાયેલ કોલ સંદર્ભે રાજકોટ બિલ્ડર એસોસિએશનની બોર્ડની બેઠક મળી હતી.

જેમાં ચર્ચા વિચારણા બાદ રાજ્યવ્યાપી હડતાળનો નિર્ણય લેવાયો છે. જેને લઇને 12મી ફેબ્રુઆરીએ રાજ્યવ્યાપી હડતાળનું આયોજન કરાયું છે. આ હડતાળમાં બિલ્ડરો જોડાશે અને ભાવવધારાનો વિરોધ કરશે. મહત્વપૂર્ણ છે કે 1 ફેબ્રુઆરીએ બજેટના દિવસે સ્ટીલની કિંમતોમાં પ્રતિ ટન દીઠ 1500 રૂપિયાનો વધારો થયો. જેને પગલે સેઇલ અને જેએસડબ્લ્યુ સ્ટીલ કંપનીએ પણ ભાવ વધાર્યા હતા.

Image result for strike

આ મામલે ક્રેડાઇ ઇન્ડિયા અને ક્રેડાઇ ગુજરાત દ્વારા અપાયેલા કોલ સંદર્ભે આજરોજ રાજકોટ બિલ્ડર એસોસિએશનની બોર્ડ મિટીંગ મળી હતી જેમાં આ અંગે ચર્ચા-વિચારણા કરી અને રાજયવ્યાપી હડતાળમાં જોડાવા અંગે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભાવવધારાના વિરોધના સમર્થનમાં CREDAI GUJARAT, GIHED CREDAI, BAI, GCA, ACE વિગેરે તરફથી સંયુક્ત રીતે સમગ્ર રાજ્યમાં એક દિવસ પ્રતિકાત્મક બંધ પાળવા અને કલેકટરને આવેદન પત્ર આપવા અંગે નિર્ણય લેવાયો છે.

ધર્મ વિશેષ / વસંત પંચમી : શું તમે વાણી દોષથી પરેશાન છો ? માતા સરસ્વતીની આ સ્તુતિનો જાપ કરો

covid19 / છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3.70 લાખથી વધુ નવા કેસો, 12 હજારથી વધુ લોકોનાં મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ