ગુજરાત/ રાજકોટ ક્રિકેટ રસિકો માટે Good News, ભારત-દ.આફ્રિકા વચ્ચે આ તારીખે રમાશે T-20 મેચ

T-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઘણી ટીમો સામે મેચ રમશે. જેમા ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અનેે દક્ષિણ આફ્રિકા જેવી ટીમો છે.

Gujarat Rajkot
  • રાજકોટ ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર
  • રાજકોટમાં યોજાશે T 20 મેચ
  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે મેચ
  • 15 જૂને યોજાશે ભારત અને દ.આફ્રિકા વચ્ચે મેચ

રાજકોટ ક્રિકેટ રસિકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજકોટમાં T-20 મેચ રમાશે. જો કે આ પહેલા યુએઈ અને ઓમાનની મેજબાનીમાં 17 ઑક્ટોબરથી T-20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. ભારત આ ICC ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ 24 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમશે.

આ પણ વાંચો – MI vs CSK / ધોનીનાં ધુરંધરોએ મારી બાજી, MI ને 20 રને હરાવી CSK એ મેળવ્યું પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન

આપને જણાવી દઇએ કે, T-20 વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઘણી ટીમો સામે મેચ રમશે. જેમા ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા અનેે દક્ષિણ આફ્રિકા જેવી ટીમો છે. ટીમ ઈન્ડિયાની આ સીરીઝ માટે પહેલાથી જ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે. ખાસ કરીને રાજકોટમાં ત્રણ વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે અને 15 જૂન-2022 નાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-આફ્રિકા વચ્ચે T-20 મુકાબલો રમાશે. આપને જણાવી દઇએ કે, આ પહેલા રાજકોટમાં 17 જાન્યુઆરી-2020 માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઇ હતી. ત્યારપછી કોરોનાનું ગ્રહણ લાગી જતાં ક્રિકેટ કેલેન્ડર ખોરવાઈ ગયું હતું. જો કે હવે કોરોનાનાં કેસોમાં ઘટાડો થતા ફરી ક્રિકેટનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે.

આ પણ વાંચો – Cricket / પ્રવાસ અધવચ્ચે છોડી ગયેલી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પર ભડક્યા ઇન્ઝમામ-ઉલ-હક, જાણો શું કહ્યુ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL નાં બીજા તબક્કાની શરૂઆત થઇ ગઇ છે. રવિવારથી શરૂ થયેલી IPL લીગનાં બીજા તબક્કાની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રમાઇ હતી, જેમા ધોનીનાં ધુરંધરોએ મેચ પોતાના નામે કરી હતી. આ મેચમાં CSK નાં ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે ધમાકેદાર બેટિંગ કરી પોતાની ટીમને એક સમ્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. અને તેની બેટિંગનાં દમ પર CSK એ MI ને 20 રને માત આપી પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે.