Surat News/ સુરતમાં ક્રેન તૂટી પડતા શ્રમિકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત

ઔદ્યોગિક અકસ્માત ગુજરાતમાં જાણે હવે નવાઈ રહી નથી. શ્રમિકો તો જાણે મરવા માટે જ છે. રાજ્યમાં સર્જાયેલી આવી વધુ એક દુર્ઘટનામાં શ્રમિકે જીવ ગુમાવ્યો છે. સુરતના હજીરા ખાતે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: ઔદ્યોગિક અકસ્માત ગુજરાતમાં જાણે હવે નવાઈ રહી નથી. શ્રમિકો તો જાણે મરવા માટે જ છે. રાજ્યમાં સર્જાયેલી આવી વધુ એક દુર્ઘટનામાં શ્રમિકે જીવ ગુમાવ્યો છે. સુરતના હજીરા ખાતે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં કામગીરી દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણ શ્રમિકો ઇજા પામ્યા હતા. મળતી વિગતો મુજબ સુરતના હજીરામાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં કામગીરી ચાલતી હતી ત્યારે અકસ્માતે ક્રેન તૂટી પડી હતી.

ક્રેન પડવાના કારણે નીચે દબાઈ જવાના લીધે એક શ્રમિકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય ત્રણ શ્રમિકો ઇજા પામ્યા હતા. ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.

ક્રેન તૂટી પડવાની દુર્ઘટના સર્જાતા કંપનીના અન્ય કર્મચારીઓ તેમજ સુરક્ષા કર્મચારીઓ મદદ કરવા તરત જ દોડી આવ્યા હતા. દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે કંપનીએ પોતે જ તપાસ શરૂ કરી દીધી છે. આ દુર્ઘટનાના કારણે કંપનીના કામદારોમાં ગમગીની અને ભયનું વાતાવરણ છે.

ઉલ્લેખનીય છે કે આર્સેલરમિત્તલ ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલની માલિકીની કંપની છે. જ્યારે નિપ્પોન જાપાનીઝ સ્ટીલ કંપની છે. હજીરામાં સ્થપાયેલું સાહસ બંને વચ્ચેનું સંયુક્ત સાહસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Mahesana News/મહેસાણાની ફેબહિંદ કંપનીમાં દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત

આ પણ વાંચો: Anand News/ખંભાતના સોખડા GIDCમાં ગમખ્વાર દુર્ઘટના, કેમિકલ ટાંકો સાફ કરતાં 2 શ્રમિકોના મોત

આ પણ વાંચો: ગુજરાત/ભરૂચના અંકલેશ્વરમાં GIDCમાં દુર્ઘટના , કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 4ના મોત થયા