Gujarat News/ સાંસદ ધવલ પટેલે વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ અંગે મુખ્યમંત્રીને કરી રજૂઆત…

સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે, વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના સુરવાડા ગામમાં ભારે પવનથી અંદાજે ૫૦ જેટલા ઘરોના…

Gujarat Trending

Gujarat News:  લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે  વાવાઝોડા અને ભારે વરસાદ ના કારણે એમના મતવિસ્તારમાં થયેલ નુકસાન અંગે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી લેખિત રજૂઆત કરી છે.

લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે (MLA Dhaval Patel) એમના મતવિસ્તારમાં પડી રહેલ ભારેથી અતિભારે વરસાદના અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયેલ છે જે અંગે ત્વરિત રાહત પેકેજ જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ને લેખિત રજૂઆત કરી છે, સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે, વલસાડ (Valsad) તાલુકાના કાંઠા વિસ્તારના સુરવાડા ગામમાં ભારે પવનથી અંદાજે ૫૦ જેટલા ઘરોના છાપરા ઉડી ગયા છે. માછીમારોની દરિયા કાંઠે લાંગરેલી ૮ થી ૧૦ બોટ તૂટી ગઈ છે, તોફાની પવનના કારણે ૬ નાગરિકોને નાની-મોટી ઈજા થઈ છે તથા અનેક ઝાડ ધરાશાયી થયા છે.

[fvplayer id=”156″]

ગઈકાલે સુરવાડા ગામની મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી વલસાડ પણ એમની સાથે હાજર રહ્યા હતા,વાંસદા (Vansda) તાલુકાના સિણધઈ ગામમાં ઘણા પરિવારો ઘરવિહોણા થયા છે અને આશરે ૨૫૦ જેટલા ઘરોને ભારે નુકશાન થવા પામ્યું છે સાથે અસંખ્ય ઝાડ ધરાશાયી થયા છે તથા ખેતીમાં ડાંગર અને બાગાયતી પાકને અતિભારે નુકસાન થયું છે.

ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ ભારે નુકસાન થયેલ છે, કપરાડા (Kaprada) તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ફરી વળ્યા છે, જેના પરિણામે ખેડૂતોને ખેતરમાં ભારે નુકસાન સહન કરવું પડયું છે, ધરમપુર તાલુકામાં પણ કોઝવે ડુબાણમાં જતા પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંતરીયાળ વિસ્તારોની અવરજવર પર ગંભીર અસર થઈ છે,હાલ વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તથા પ્રજાજનોના જીવનને રાબેતા મુજબ સામાન્ય બનાવવા પ્રયત્નશીલ છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને, મારી આપને વિનંતિ છે કે, વલસાડ લોકસભા મત વિસ્તારમાં અતિભારે વરસાદ અને વાવાઝોડા થી થયેલ નુકસાનને પગલે તાત્કાલિક યોગ્ય રાહત પેકેજ (Relief Package) જાહેર કરી આપશો, જેથી અસરગ્રસ્ત પરિવારોને સમયસર સહાય મળી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Girsomnath News/ગીર સોમનાથના સૂત્રાપાડામાં એક જ રાતમાં 10 ઇંચ વરસાદ

આ પણ વાંચો: gujarat rain/ગુજરાતનાં અનેક જિલ્લાના ડેમોના દરવાજા ખોલાયા, વરસાદે ફરી ચાલુ કરી બેટિંગ………….

આ પણ વાંચો: Gir Somnath News/ગીર સોમનાથના ઉમરેઠી ગામે હીરણ ડેમ ઓવરફલો, 14 ગામોને એલર્ટ જાહેર કરાયા