Dhrangadhra News: શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા જર્જરિત બ્રિજ (Kuda Road Bridge)ના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રાના કુડા રોડ પર આવેલા બ્રિજને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. બ્રિજ લાંબા સમયથી બંધ હોવાના કારણે આસપાસના અનેક ગામોના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ બ્રિજ (Kuda Road Bridge) છેલ્લા એક વર્ષથી વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે ધ્રાંગધ્રા વિસ્તારના આશરે 12 ગામોના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, બ્રિજ બંધ થયા બાદ બનાવવામાં આવેલો વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પણ હવે બિસ્માર હાલતમાં હોવાથી લોકોને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે.
Kuda Road Bridge: ગ્રામજનો રસ્તા પર ઉતર્યા
બ્રિજની કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોમાં નારાજગી વધી છે. આ મુદ્દે ગ્રામજનોએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતો અને વાહનો રોકીને ટ્રાફિક જામની સ્થિતિ સર્જી હતી. ગ્રામજનોએ તંત્ર સામે પોતાની માંગ રજૂ કરતાં જણાવ્યું કે બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને લોકોને પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવવામાં આવે.
સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ બ્રિજ (Kuda Road Bridge)ના સમારકામ અને નવી કામગીરી અંગે તંત્ર તરફથી શું પગલાં લેવામાં આવે છે તેના પર ગ્રામજનોની નજર છે.
આ પણ વાંચો:વલસાડના પંડોરમાં દુર્ઘટનાગ્રસ્ત પરિવારોને સહાય,₹4-4 લાખની આર્થિક મદદ
આ પણ વાંચો:ધોલેરાના વણિતળાવ ગામે પૂરનો કહેર: ભોગાવો નદીમાં પાણી વધતા ગામ બન્યું ટાપુ
