Ahmedabad News/ બાપુનગરમાં AMTS બસમાં આગ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી

અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર વિસ્તારમાં સોમવારે એક AMTS બસમાં અચાનક આગ (AMTS Bus Fire)લાગવાની ઘટના સામે આવી છે

Gujarat Ahmedabad
અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર વિસ્તારમાં સોમવારે એક AMTS બસમાં અચાનક આગ (AMTS Bus Fire)લાગવાની ઘટના સામે આવી છે

Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)ના બાપુનગર વિસ્તારમાં સોમવારે એક AMTS બસમાં અચાનક આગ (AMTS Bus Fire)લાગવાની ઘટના સામે આવી છે. બાપુનગરના D-Mart નજીક બસમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ AMTS બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ફાયર બ્રિગેડ (Fire Brigade)ની સમયસરની કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે ઘટનાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાને પગલે થોડા સમય માટે વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર પર અસર જોવા મળી હતી. અધિકારીઓ દ્વારા બસની તકનીકી તપાસ પણ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો : અમદાવાદમાં AMTS બસમાં  લાગી આગ, પાલડી વિસ્તારમાં એન્જિનમાંથી ધુમાડો નીકળતા ભડકે બળી ઉઠી બસ, જાનહાનિ ટળી

આ પણ વાંચો : સુરતમાં BRTS બસમાં ભીડ વચ્ચે અકસ્માત, 3 મુસાફરો પટકાયા

આ પણ વાંચો : નારણપુરામાં AMTS બસની બ્રેક ફેલ! કાર ડિવાઈડર પર ચડી ગઈ, રસ્તા પર અફરાતફરી