Himmatnagar Gambling Raid: હિંમતનગરમાં તીનપત્તીનો જુગાર રમતા શખ્સો સામે B ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ભોલેશ્વર ભાટવાસમાં બાતમીના આધારે દરોડો પાડી પોલીસે મકાનના હોલમાં ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કર્યો છે.
₹27,760 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત
Himmatnagarના B ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ભોલેશ્વર ભાટવાસમાં રહેતા રવિકુમાર હકમાજી ભાટના મકાનના હોલમાં પોલીસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન મકાનના હોલમાં નાળ ઉઘરાવી પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ 8 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ગંજીપાના અને રોકડા રૂપિયા 27,760 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે જુગારધારા હેઠળ તમામ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
8 શખ્સો પોલીસની પકડમાં
આ કાર્યવાહીમાં રવિકુમાર હકમાજી ભાટ(Himmatnagar), દીપક હસમુખભાઈ ભાટ, મુકેશ રમેશભાઈ ભાટ, રાજેશ હેમાજી ભાટ, જશુ ગેવરભાઈ ભાટ, ધવલ એદુજી ભાટ, અનિલ શ્રવણભાઈ ભાટ અને ભોલેશ્વરના ભીલવાસમાં રહેતા દેવેન્દ્ર રમણભાઈ ભીલને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ B ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કવોડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભોલેશ્વર ભાટવાસમાં મકાનના હોલમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડતા જુગાર રમતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. મકાનના હોલમાં ચાલતો હતો જુગારનો ખેલ, પોલીસ ત્રાટકતા 8 શખ્સો ઝડપાયા અને ₹27,760 રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત થયો.
રીપોર્ટર – દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા
આ પણ વાંચો:હિંમતનગરના કલાકારની અદભુત કળા; 5 રૂપિયાના 1000 સિક્કાઓમાંથી બનાવી ગણપતિજીની પ્રતિમા
આ પણ વાંચો: સાબરકાંઠામાં સ્પા સેન્ટરો પર તંત્રની તવાઈ
આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ પોન્ઝી કૌભાંડમાં રોકાણકારોનો આક્રોશ, કોર્ટમાં હંગામો
