અમદાવાદ,
ગત 8 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં જીવરાજ ચાર રસ્તા પાસે પાણીની પાઇપ લાઇન ટુંટતા સમગ્ર રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. હજારો લીટર પાણી રોડ ઉપર ફરી વળ્યું. પાણીના લીકેજને કારણે ગટરલાઇનમાં ગાબડુ પડતા કારના ટાયર ખાડામાં ઉતરી ગયા હતા. ત્યારે આજે અમદાવાદના થલતેજ ચાર રસ્તા પાસે એએમસીની પાણીની લાઇનમાંથી પાણી બહાર આવી રહ્યું હતું. જેથી ભાવિન વિદ્યા વિહાર બહાર તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. જેથી વિદ્યાર્થીઓ સહિત અવરજવર કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.
